________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) વિશેષ વિહાર અને વિશેષ આરાધન
વિક્રમ સંવત ૧૯૬૭ ની સાલનું ચોમાસું સાધ્વીજી શ્રી લાભશ્રીજી વગેરેએ સાણંદમાં કર્યું. ત્યાં સંવત ૧૯૬૮ ના મહા શુદિ દશમીનાં રોજ ગુરુદેવશ્રી સુખસાગરજી મહારાજના વરદ હસ્તે ભાગ્યશાળી વૈરાગણ બહેન વીજીને ભાગવતી દીક્ષા આપીને તેનું નામ શ્રી વિમળશ્રીજી રાખ્યું અને તેમને ક્રિયાપાત્રી સાધ્વીજીશ્રી લાભશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે જાહેર કર્યા. ત્યાંથી માણસા થઈ વિહાર કરીને સર્વે પાટણ પધાર્યા. સંવત ૧૯૯૮ ની સાલનું ચોમાસું પાટણમાં ભારે સફળ નિવડ્યું હતું, કારણ કે ગુરુદેવશ્રી સુખસાગરજી મહારાજ, તથા શ્રી અજિતસાગરજી મહારાજ (જેઓ સંવત ૧૯૬પ ની સાલમાં સ્થાનકવાસી જૈન મુનિ શ્રી અમીરૂષિમાંથી શ્રીમદ બુદ્ધિસાગરજી મહારાજ પાસે સંવેગી ભાગવતી દીક્ષા કરી અંગીકાર કરીને શ્રી અજિતસાગરજી નામથી પ્રસિધ્ધ થયા હતા) અને ક્રિયાપાત્રી તપસ્વીની સાધવજી શ્રી લાભશ્રીજી મહારાજ, શ્રી પ્રજ્ઞાશ્રીજી, શ્રી માણેકશ્રીજી,
www.kobatirth.org
For Private And Personal Use Only