________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર૦ શ્રી લાભશ્રીજી
૬૩
શ્રી દેલતશ્રીજી, વગેરે સત્તર સાધ્વીજી મહારાજેએ પાટણમાં મારું કર્યું હતું. ત્યાં જ સાધ્વીજી વિમલશ્રીને પંન્યાસજી શ્રી ચતુરવિજયજી મહારાજ પાસે યોગવહન કરાવીને વડી દીક્ષા આપી હતી અને ત્યાં જ ચોદ સાધ્વીજી મહારાજોને ઉત્તરાધ્યયનછ સૂત્રના તથા આચારાંગજી સૂત્રના પેગ વહન કરાવ્યાં હતાં.
પાટણથી વિહાર કરીને કાઠિવાડ-સૌરાષ્ટ્રમાં જામનગર, વેરાવળ, પ્રભાસપાટણ, માંગરોળ, જુનાગઢ વગેરે સ્થળે યાત્રા કરીને આત્માને ભાવતાં તપ મહાધર્મનું ઉત્કૃષ્ટપણે આરાધના કરતાં અને એ રીતે પોતાના આત્માને વધુ નિર્મળ બનાવતાં સાધ્વીજીશ્રી લાભજીશ્રી આદિ થાણ પાલીતાણે શત્રુંજય મહાતીર્થની યાત્રાએ પધાર્યા અને સંવત ૧૬૯ ની સાલનું ચેમાસું પાલીતાણામાં જ શ્રી સિધ્ધાચલજીની પવિત્ર છાયામાં કર્યું. પાલીતાણામાં તપધર્મનું ખૂબ આરાધન કરીને શત્રુંજય મહાતીર્થની વારંવાર યાત્રા કરીને સંતેષ સહિત ત્યાંથી ગુજરાત તરફ વિહાર કર્યો.
સાધુ અને સાધ્વીઓએ મહિનાઓ સુધી કે વરસો સુધી વૃદ્ધાવસ્થા કે માંદગી સિવાય બીજ પ્રમાદાદ કઈ પણ કારણથી એક જ ગામમાં બેઠા રહેવું નહિ જોઈએ. એને માટે કહેવત છે કે –
“વહેતાં પાણી નિર્મળાં કરતાં ગંદાં હોય; સાધુ વિચરતા ભલા, હરતાં શિથિલ જે.”
www.kobatirth.org
For Private And Personal Use Only