________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, ચેમાસાં અને ધર્મનું આરાધન.
૫૯
સાધ્વી શ્રીસુમતિશ્રીજી રાખ્યું અને એને સાધ્વીજી શ્રી હરખશ્રીની શિષ્યા તરીકે જાહેર કરી. પ્રાંતીજમાંથી ગુરૂદેવશ્રી સુખસાગરજી મહારાજની આજ્ઞાથી સાધ્વી
શ્રી લાભશ્રીજીએ પિતાની સાથે સાથ્વીશ્રી વિવેકશ્રીજી તથા નવદીક્ષિત સાધ્વી શ્રી સુમતિશ્રીજીને લઈને અમદાવાદ તરફ વિહાર કર્યો. અમદાવાદમાં તે સમયે પંન્યાસજી ચતુરવિજયજી મહારાજ બિરાજતા હતા. આ પંન્યાસશ્રીજીના હાથે બને સાધ્વીજીઓને
ગવહન કરાવીને વડી દીક્ષાઓ અપાવી. પછી અમદાવાદથી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ક્રિયાપાત્રી તપસ્વિની સાધ્વીશ્રી શ્રીલભાશ્રીજી મહારાજ આદિ ઠાણું પાલનપુર પધાર્યા. પાલનપુરના સંઘના આગ્રહથી સંવત ૧૯૩ની સાલનું ચોમાસું પાલનપુરમાં જ કર્યું. ત્યાં સાધ્વીજી લાભશ્રીજીની ક્રિયાપાત્રતા અને તપધર્મનું આરાધન જોઇને કેટલીક બહેનેમાં તપધર્મની વૃદ્ધિ થઈ. સામાયિક, પડિક્રમણું, પૌષધ વગેરે ધર્મકરણ વિશેષે કરીને રૂડી રીતે આરાધના થતી રહી. તેની અસર શ્રાવિકા વર્ગ ઉપર અજબ થતી હતી. સાધીશ્રીજી લાભશ્રીજી મહારાજ જે જે ગામ પધારતાં ત્યાં ત્યાં શ્રાવિકાબહેનોમાં ધર્મકરણ કરવાની રુચિ વધતી જતી અને ધર્મકરણમાં ઘણો વધારો થયો હતો. સાધ્વીશ્રીજી લાભશ્રીજી મહારાજના તપધર્મના આરાધનાનું આ રૂડું પરિણામ હતું,
ચોમાસું પૂરું થતાં પાલણપુરથી વિહાર કરીને સાધ્વી
www.kobatirth.org
For Private And Personal Use Only