________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
પ્ર૦ શ્રી લાભશ્રીજી
મહારાજના હસ્તે ભાગ્યશાલિની ઉપરોક્ત વૈરાગ્યવતી બહેન શ્રી વીજબાઈને મહત્સવપૂર્વક સંઘના ભારે ઉત્સાહ વચ્ચે ચઢતા પરિણામે ભાગવતી દીક્ષા અંગીકાર કરાવીને તેમનું નામ વિવેકઝી રાખ્યું અને તેમને સાધ્વીજી શ્રી હરખજીશ્રીની શિષ્યા સાધ્વીજી શ્રી લાભશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કર્યા. આ પછી સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહેસાણા પધાર્યા અને સંવત ૧૯૬૧ નું ચોમાસુ મહેસાણામાં ગુરુજી શ્રી હરખશ્રીજીની નિશ્રામાં કર્યું. ચાતુમાંસ સંપૂર્ણ થતાં સંવત ૧૯૬૨ની સાલમાં કાર્તિક વદિ એકમે ગુરુજી શ્રી હરખશ્રીજી મહારાજની આજ્ઞાથી સાધ્વીજી લાભશ્રીજી વગેરે પ્રાંતીજ પધાયાં. પ્રાંતીજમાં એક ભાગ્યશાળી વિરાગી ગંગાબહેન હતાં. આ વૈરાગી બહેનના પિતાજીને ઘેર તો વૈષ્ણવ ધમમનાતું હતું અને સસરા પક્ષમાં સ્થાનકવાસી જૈન ધર્મ મનાતું હતું. સાળ પક્ષમાં શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મ હતો. તેમનાં માસીબાઈ રેવાબાઈના સંસ્કારથી, વૈરાગણ બહેનને જૈન વેતાંબર તપગચ્છની પાકી શ્રધ્ધા હતી. તેથી પિતૃપક તથા વસુર પક્ષ એમ બંને પક્ષનું બનતું રૂડી રીતે સમાધાન કરીને ભાગવતી દીક્ષા આપવાનું નક્કી કર્યું. પ્રાંતીજમાં દીક્ષા મહોત્સવ કરવાના ભાવ સંઘ સમસ્તના ઉત્કૃષ્ટા હતા તેથી ગુરુદેવશ્રી સુખસાગરજી મહારાજને આગ્રહ કરીને વિજાપુરથી પ્રાંતીજ પધરવા નિમંત્રણ થયું. સંવત ૧લ્વર ના માગશર શુદિ એકાદશીના દિવસે શ્રી સુખસાગરજીના વરદ હસ્તે તે વૈરાગણ બહેનને પ્રાંતીજમાં ભાગવતી દીક્ષા આપી. તેનું નામ
www.kobatirth.org
For Private And Personal Use Only