________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, ચોમાસા અને ધર્મનું આરાધન ૫૭ પુરમાં કર્યું. મારું પૂરું થતાં ત્યાંથી શ્રી હરખશ્રી, શ્રી લાભશ્રીજી વગેરે સાધ્વીજીઓએ વિહાર કર્યો અને અનુક્રમે મહેસાણા પધાયાં. મહેસાણામાં સંવત ૧૬૦ ની સાલમાં ગુરુદેવશ્રી સુખસાગરજી મહારાજ, શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ વગેરેનું ચોમાસું થવાનું હતું. તેથી ત્યાંના શ્રાવકોના ઉત્સાહને કેાઈ પાર ન હતા. ત્યાં ચોથા આરા જે દેખાવ થઈ રહ્યો હતો. આ તકને લાભ લઈને ધર્મધ્યાનની વૃદ્ધિ કરવા સારૂ સાધ્વીજી શ્રી હરખશ્રીજી, લાભશ્રીજી વગેરેએ પણ સંવત ૧૯૬૦ નું માસું મહેસાણા નગરે કર્યું.
ત્યાં ગુરુદેવશ્રી સુખસાગરજી મહારાજ તથા શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ વગેરેની ભવ્ય દેશનાને ખૂબ લાભ લીધે અને તપમનું આરાધન કરીને શ્રી હરખશ્રી
ની નિશ્રામાં શ્રી લાભશ્રીજીએ પોતાના આત્માને બહુ જ ઉજવલ બનાવે.
મહેસાણાના ચોમાસા દરમિયાન સાધ્વીજીશ્રી હરખશ્રી જીની તબીયત બગડવી શરૂ થઈ. શરીરમાં અશકિતએ જોર પકડયું. વિહાર થઈ શકે તેવી સ્થિતિ રહી નહિ. એવા સમયમાં સાણંદમાં એક ભાગ્યશાળી વૈરાગણ બહેનને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાના ભાવ થઈ આવ્યા. સાણંદના સંઘની વિનતિ આવવાથી સાધ્વીજી શ્રી શ્રી લાભશ્રીજી મહારાજ સાણંદ પધાર્યા. ત્યાં ગુરુદેવ શ્રી સુખસાગરજી મહારાજ પણ પધાયા હતા. ૧૯૯૧ ના માગશર સુદ પાંચમના રોજ ગુરુદેવ શ્રી સુખસાગરજી
www.kobatirth.org
For Private And Personal Use Only