________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર. શ્રી લાભશ્રીજી નીજી મહારાજ શ્રી લાભશ્રીજી મહારાજને જન્મ બીજા પ્રકારમાં થયો હતે. એમને જન્મ જે સ્થાનમાં, જે ગામમાં થયો હતે તે દક્ષિણ દેશમાં પુના શહેરની પાસે આવેલું “ભમડા ગામ હતું. આ પ્રદેશમાં આ ગામ એવા સંયોગમાં આવેલું છે કે જ્યાં પંચમહાવ્રતધારી અને જન ધર્મનું આરાધન કરનારા સાધુ સાધ્વીજીને એગ મળી શકે નહિ. ખરું જોતાં આ સ્થળ છે તે આયે દેશમાં પણ ત્યાં અનાર્ય દેશ જેવું જ હતું. આ સ્થળમાં પવિત્ર જીવન ગુજારનારા સાધુ સાધ્વીજીનું વિચારવું થાય, જ્યાં ધર્મનું રૂડે પ્રકારે આરાધન ચાલ્યા કરતું હોય તે સ્થળને આય દેશ કહી શકાય. જે સ્થળમાં એમાંનું કશું યે ન હોય તે ભલે આ દેશ કહેવાતો હોય છતાં તે અનાર્ય દેશ ગણાય છે. આવા અનાર્ય જેવા દેશમાં ભમડા ગામમાં દશાપોરવાલ જ્ઞાતિમાં ઉત્તમ શ્રાવક કુળમાં મૂળ ગુજર-ગુજરાતદેશમાં આવેલા પ્રસિદ્ધ તીર્થયાત્રા સમાં મહેસાણા ગામના રહેવાસી અને વેપાર અર્થે ભમડા ગએલા શાહ
શ્રી ફતેહચંદભાઈને ત્યાં ભદ્રિક પરિણામી શ્રી ઉજળી: બાઇની કૂખે વિક્રમ સંવત્ ૧૨૫ ના આસો સુદિ પૂનમ-પૂર્ણિમાના રોજ સુભ લગ્ન, શુભ ચોઘડીએ પૂર્વમાં પવિત્ર સંસ્કારે સહિત મહાપ્રતાપી પ્રવર્તાશ્રીજી લીલાભશ્રીજીને જન્મ થયો હતો, તે સમયે તેમનું નામ લમીબાઈ પાડયું હતું. શાહ ફતેહચંદ પિતા ઉજળીબાઈ માતા અને શ્રીલક્ષ્મીબાઈ પુત્રી. જ્યાં
www.kobatirth.org
For Private And Personal Use Only