________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ૪
વૈરાગ્ય બોધ ભજન ( વહાલા વેગે આવો રે–એ રાગ )
પુદગલમાં શું રાચે રે, મિથ્યા મોહે નાચે રે
માયામાં તું મસ્ત બનેહાજી. પુદ્ગલ રંગે કાચા અનિત્ય ગણાય પુદગલમાં ૧ સાખી–ભ્રમણા છોડી જાવ તું, આત્મસ્વરૂપને જાણું,
તેડ જાળ માયાતણું–હે જીવ! ચતુર સુજાણ; પૂર્ણાનંદી આત્મા પ્રકાશિત થાય-પુદ્ગલમાં ૨ સાખી-આશા તૃષ્ણા ત્યાગતાં, શુચિરાગ્ય પમાય;
આત્માને જાણ્યા વિના, ઉન્નતિ કેમ થાય; આત્મજ્ઞાનથી મુક્તિ મા જણાય-પુદ્ગલમાં ૩ સાખી-આત્મધ્યાન ધારણ કરી, પ્રભુપદમાં ચિત્ત ધાર;
પાપકમ ખપાવતાં, થાય જરૂર ઉદ્ધાર. પ્રભુપદ સેવી વિમળ જ્ઞાન પમાય-પુદ્ગલમાં ૪ સાખી-બુદ્ધિના સાગર સમે, આત્મા નિરંજનરૂપ,
હરખી તેને પામવું, અજિત સ્થાન અનૂપ. મુનિ હમે જ્ઞાન પ્રકાશ સુહાય-પુદ્ગલમાં
www.kobatirth.org
For Private And Personal Use Only