________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુપરંપરા
હરજી સંપ્રદાય, લવજી સંપ્રદાય, જીવરાજ સંપ્રદાય, અજીવીચાપંથ વગેરે નીકળ્યા છે. બાવીશ સંપ્રદાયમાંથી રૂગનાથજીસ્વામીના શિષ્ય ભિખમજીસ્વામીએ તેરાપંથ કાઢ્યો. આ સઘળા પીસ્તાલીશ આગામોમાંથી બત્રીશને જ માને છે. નિર્યુક્તિ ચૂર્ણિ, ટીકા વિગેરેને સંપૂર્ણપણે માનતા નથી. માત્ર ટબાઓને જ પ્રમાણભૂત ગણે છે અને જિનપ્રતિમાજી માનવા-પૂજવાને ઈન્કાર કરે છે.
શ્રીરત્નશેખરસૂરિ પછી લક્ષ્મીસાગરસૂરિ, સુમતિસાધુસૂરિ, હેમવિમલસૂરિ, આનંદવિમળસૂરિ.વિજયાનંદસૂરિ અને અઠાવનમી પાટે દિલ્લીના પ્રખ્યાત મેગલસ મ્રાટ અકબરશાહના પ્રતિબંધક શ્રીહીરવિજયસૂરિ થયા. એમને સંવત ૧૬૧૦માં શિહીમાં સૂરિપદવી મળી હતી. એમને સ્વર્ગવાસ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના ઉના શહેરમાં થ. આજે ત્યાં એ જગદ્ગુરુનું બિરુદ ધારણ કરનાર મહાપુરુષની ચરણપાદુકા, શિલાલેખ સહિત મોજુદ છે.
હીરવિજયસૂરિની પાસે ઉપાધ્યાય અને પંન્યાસ મેટી સંખ્યામાં હતા. આમાં શ્રીસહજસાગરજી ઉપાધ્યાયનું નામ આગેવાની ભર્યું હતું. ઓગણસાઠમી પાટે થએલા શ્રીસહજસાગરજી ઉપાધ્યાયથી તપગચ્છનીસાગરશાખા કે તપગચ્છીય સાગરગચ્છ શરૂ થયે. આ સાગરશાખા કે સાગરગચ્છ તે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુની સીધી પરંપરામાં ચાલ્યો આવે છે. એમાં શ્રીજયસાગરજી ઉપાધ્યાય શ્રીજિતસાગરજી ગણિ, શ્રીમાનસા
www.kobatirth.org
For Private And Personal Use Only