________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્રી લાભશ્રીજી
ચંદ્રાચાર્યજીનું નામ જિનશાસનમાં તે શું પણ ભરતખંડ ઉપરાંત સારી ય ભણેલી ગણેલી આલમમાં સુપ્રસિદ્ધ છે. એ તો વિદ્યાના ખરા સમુદ્ર હતા. એમના રચેલા અનેકવિધ ગ્રંથમાં સિદ્ધહેમવ્યાકરણ, કાવ્યાનુશાસન, દ્વયાશ્રય, નિઘંટુ, નામમાલા, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર, યોગશાસ્ત્ર વગેરે સાહિત્યની દુનિયામાં ઘણી જ જાણીતા છે.
શ્રી તપાગચ્છીય જગચંદ્રસૂરિની પાટે અનુક્રમે દેવેંદ્રસૂરિ, ધમષસૂરિ, સમપ્રભસૂરિ, સામતિલકસૂરિ, દેવસુંદરસૂરિ, સેમસુંદરસૂરિ, મુનિસુંદરસૂરિ અને રનશેખરસૂરિ બાવનમી પાટે થયા. એમને વિક્રમ સંવત ૧૫૦૨માં સૂરિની પદવી મળી અને એ અરસામાં વિક્રમ સંવત ૧૫૦૮માં 'લકાગચ્છ સ્થાપનાર ફેંકાશાહ” થયા. જિનશાસનમાં એમણે પહેલવહેલી જિનપ્રતિમાની ઉત્થાપના શરૂ કરી. તે સમયમાં મુસલમાની રાજ્યનું જોર હતું. વાતાવરણ ગભરાયેલું હતું અને દશાશ્રીમાલી લેકશાહ અને કાઠિયાવાડ-ઝાલાવાડમાં આવેલા પ્રથમ શિયાણું ને પછી લીંબડીના દશાશ્રીમાળી વણિક કારભારીની શ્રદ્ધા તે સમયના જતિઓ ઉપરથી અને જિનપ્રતિમા ઉપરથી ઉઠી ગઈ. લખમશી શાહના જોરથી જ લોકાશાહે લોકાગચ્છની સ્થાપના સંવત ૧૫૩૧માં કરી. એમાંથી ઢુંઢીઆ સ્થાનકવાસી, બાવીશ સંપ્રદાય, દરિયાપુરી છકેટી, આઠકોટી મોટી પક્ષ, નાની પક્ષ,
www.kobatirth.org
For Private And Personal Use Only