________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
શ્રી સંભવનાથ સ્તવન,
(રખીયાં બધા ભયા–રાગ તારું સ્મરણ સુખકારી, સંભવ ! વીતરાગી રે. ટેક. દુનિયાં પ્રપંચ માયા, જન માને સુખની છાયા; કાચા રંગોની કાયા, બ્રમણ ન ભાગી રે. તા . ૧ દુખે અનંત આવે, હે તુજ ગાન ન ભાવે; માયા એ નાચ નચાવે, બુદ્ધિ ત્યાં લાગી રે. તા ૨ મૃત્યુના ડંકા ગાજે, ત્યારે મન તુજ માં રાજે; શકે અંતર એ દાઝે, આપત્તિ જાગી છે. તા . ૩ સર્વે એ નજરે જોઉં, તુજ ગીતે દુઃખને બેઉં; તુજમાં મુજ ચિત્ત પરાવું, લગની લાગી રે. તા. ૪ અન્યદૃષ્ટિ નવ ભાળું, સઘળે તુજને નિહાળું; અંતરશત્રુને ખાળું, અલખ વિરાગી છે. તા. ૫
રાશી લાખે ફરવું, જન્મીને પાછું મરવું; એવું લાગે સૌ ખારું, આત્માને રાગી રે. તારું- ૬ આત્મબંસીના રાગે, મરતા અજિત જાગે; હેમેન્દ્ર ભ્રમણ ત્યાગે, આત્મસુહાગી રે. તા ૭
www.kobatirth.org
For Private And Personal Use Only