________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ચંદ્રપ્રભ સ્તવન.
(રાગ અડાણા-ઝપતાલ) શશી પૂર્ણ સમ, રમ્ય પરમ શીતલ ચન્દ્રનાથ. ટેક. ઉર તાપ સહુ નાશ, મધુર મુખકમલ દર્શ. શશી. ૧ વધુ લાંછન પવિત્ર, અતિ સુરેખ મૃગલાંછન; અઘહરણ દરશ દિવ્ય, પ્રગટ મંગલ સુહ. શશી૨ અતિશ કાન્તિ ચન્દ્ર સમ, ચિત્તહરણ પુનિત નામ; રોમ રોમ અમૃત સિંચન, ગહન સ્વરૂપ ચન્દ્રનાથ. શશી. ૩ જિનવર પીયૂષગાન, રસના રટત અષ્ટ પહેર; પ્રેમ પ્રેમ અણું અણું, રસપ્રવીણ નૃત્ય ચરણ. શશી. ૪ શરણ હેમેન્દ્ર રહ્યું તવ, ચરણરજ શિર, ચરણ ધ્યાન; દિવ્ય શાન્તિ, પૂર્ણ પ્રદ, જીવન ધન્ય તવ સુગાન, શશી ૫
શ્રી શાન્તિનાથ સ્તવન,
( રાગ-ર૩). પ્રભુ શાતિનાથ દયામય જગ ઉદ્ધારજો રે, પ્રેમે પુણ્ય પરિમલ મમ હૃદયે પ્રસરાવજો રે. ટેક. મહિમા તારે શું હું વર્ણવું ?
દીન જનનું તું પ્રેમલ શરણું, નિર્મળ પુણ્યનું ઝરણું, અમી રેલાવજે રે પ્રભુ૧
www.kobatirth.org
For Private And Personal Use Only