________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
મનમાની શ્રી મનમોહનની મૂતિ,
નિરખી અંતર ઉપજે છે આરામ જે. તારંગા– દર્શન કરતાં સઘળાં કષ્ટ કપાય છે,
અંતરમાંહી ઉત્તમ આનંદ થાય છે; પ્રભુની સાથે નેહ બંધાણે સર્વથા,
વાળું પણ મન ઘડી બીજે નવ જાપ જે. તારંગા-૨ તારંગાની ધન્ય ધરા સુખ આપતી,
ધન્ય ધામ ને ધન્ય એ ગિરિરાજ જે; દર્શન કરતાં દીવ્યજનોને ધન્ય છે,
અજિત પ્રભુજી અંતરને વિશ્રામ જે. તારંગા-૩ પ્રેમ વધે છે પુણ્ય પ્રતિમા પેખતાં,
અધિક અધિક ઉપજે છે પ્રભુ! અનુરાગ જે, નિર્ભાગી જનથી તે દશને નવ બને,
માનવ કાયા શુભ દર્શનને લાગ જે. તારંગ-૪ આપ ચરણની સેવા શ્રી પ્રભુ ! આપજે,
મુખડે દેજો આપણું શુભ નામ જે; પાવનકારી પૂર્ણ રવરૂપ પરમેશ્વરા !
આપ વિના નથી અન્યતણું કંઈ કામ જે. તારંગા-૫ અળગી કરાવો અંતર કેરી આપદા,
અગમ અગોચર આનંદધન અભિરામ જે; મોંઘી મિલકત હારી છો મહારાજ !
સાચા સ્વામી દીવ્યસભાના દામ જે. તારંગા-૬
www.kobatirth.org
For Private And Personal Use Only