________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મુનિસુવ્રતાન. (તાર હે તાર પ્રભુ! મુજ સેવક ભણું-એ રાગ.) તાર હે તાર પ્રભુ! શુદ્ધ દિનકર વિભુ ! શરણુ છે તું એક છે મુજ સ્વામી; જ્ઞાન-દર્શન ધણું, સુખ ઋદ્ધિ ઘણી, નામી પણ વસ્તુતઃ તું અનામી.
તાર. ૧. ભોગી પણ ભોગના ફંદથી વેગળે, યોગી પણ યોગથી તું નિરાળો; જાણો અપર ને અપરથી ભિન્ન તું, વિગતોહ પ્રભુ ! શિવ મહાલે.
તા. ૨ દ્રવ્ય ક્ષેત્ર અને કાલ ને ભાવથી, આભદ્રવ્ય પ્રભુ! તું સુહા; સ્વગુણની અસ્તિતા, નાસ્તિતા પરતણી, શુદ્ધકારકમયી વ્યકિત પાયો.
તાર. ૩ શુદ્ધ પરબ્રહ્મની પૂર્ણતા પામીને, વિષ્ણુ જગમાં પ્રભુ ! તું ગવાયા; કર્મદે હરી હર પ્રભુ! તું થશે, સત્ય મહાદેવ તું છે સવા.
તાર, ૪ શુદ્ધરૂપે રમી રામ તું જગ થશે, શુદ્ધ આનન્દતાને વિલાસી; રહેમ કરતાં થયે શુદ્ધ રહેમાન તું, શુદ્ધ ચૈતન્યતા ધર્મકાશી.
તાર, ૫
www.kobatirth.org
For Private And Personal Use Only