________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાંતિનાથ સ્તવન. (સમતિ દ્વાર ગભારે પેસતાં—એ રાગ.) શાંતિ જિનેશ્વર પરમેશ્વર વિભુજી, ગાતાં ને ધ્યાતાં હર્ષ અપાર રે; શાંતિ સ્મરતાં પ્રગટે શાંતતાજી, સહજ યોગે નિરધાર રે.
શાંતિ. ૧ મનમાં છે મેહજ તાવત દુઃખ છેજી, મોહ ટળ્યાથી સાચી શાંતિ રે; તમ ને રજથી નહીં શાંતિ આત્મની, સાત્વિક શાંતિ છેવટે શાંતિ રે.
શાંતિ. ૨ દેહ ને મનમાં શાંતિ નહીં ખરીજી, શાંતિ ન બાહિર ભોગે થાય રે; યાવત મનમાં સંકલ્પ જાગતાજી, તાવત ન શાંતિ સત્ય સુહાય રે.
શાંતિ. ૩ શાંતિ અનુભવ આવે સમપણેજી, ઉપશમ આદિ ક્ષાવિકભાવ રે; સહજ સ્વભાવે વિકપિ ટળે, શાંતિ અનંતા આતમ દાવ રે.
તિ. ૪ દ્રવ્ય ને ભાવથી શાંતિ પામવાજી, જ્ઞાને લગાવો આતમતાન રે; શાંતિ પ્રભુમય આતમ હૈ રહે, બુદ્ધિસાગર ભગવાન રે.
શાંતિ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only