________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
( ૨૧ ) દાટયું; એક સ્થળે ભંડારેલું ધન મળે તે બધુ મળે નહીં તો એક સાથે સર્વ ચાલ્યું જાય એમ સમજી ફરીથી તેણે ભિન્ન ભિન્ન ઘણા સ્થાનમાં બહુ ધન ગુપ્ત રીતે ભંડાર્યું. એમ કરતાં તેનો ઘણે સમય સુખમાં પ્રસાર થયા. તેવામાં તેના અભાગ્યના યેગને લીધે જ કૃષ્ણ પક્ષના ચંદ્રની કલા જેમ સંપત્તિઓ ક્ષીણ થવા લાગી. ઘર, દુકાનો અને વેપારમાં રહેલી લક્ષમી દિવસે દિવસે ગ્રીષ્મઋતુમાં નદીની માફક અનુક્રમે વિનાશ પામી અને લક્ષ્મીને નાશ થવાથી તેના ગુણે પણ નાશ પામ્યા. કારણ કે દિવે નષ્ટ થયા પછી તેને પ્રકાશ કયાંથી પ્રસરી શકે?” વળી લક્ષમી એ સ્ત્રી જાતિ છે તે પણ તેની શકિત બહુ ચમત્કારી હોય છે, કારણ કે જેણીના આવવાથી ન હોય છતાં પણ સમસ્ત ગુણે પ્રાપ્ત થાય છે અને તે શકિત જ્યારે ચાલી જાય છે ત્યારે ક્ષણમાત્રમાં સર્વ ગુણે ચાલ્યા જાય છે. હવે તે ધનદ શ્રેષ્ઠી એકદમ બહુ દુ:ખમાં આવી પડે. અને એટલું બધું દારિદ્ય તેને વીંટાઈ વળ્યું કે ભેજન માત્રનો પણ સર્વથા સંદેહ થઈ પડયે. પછી તેને વિચાર થયે કે આ દુરંત સંકટના સમયમાં પ્રથમ દાટેલા ભંડાર આસમયે ઉપગી નહી થાય તો તેઓ શા કામમાં આવશે એમ જાણી શેઠ અને પિતાને દિકરે બંને જણ પિતે તૈયાર થઈ સર્વ નિધિસ્થાને ખોદવા લાગ્યા, જે જે ભંડાર ખુલ્લા કરી જુવે છે તે તે નિધાનોમાં તેના દુર્ભાગ્યને લીધે કેવલ કોલસા ભરેલા હતા. તે જોઈ શેઠ તે એકદમ પિતાની છાતી ફૂટવા લાગ્યો અને આમ તેમ મસ્તક ફેડવા મંડી પડે એમ બાહા અને આંતરિક પીડાને લીધે ક્રોધાયમાન સપના કરડવાથી જેમ તત્કાળ તે મૂછ પામ્ય અને પૃથ્વી પર પડી ગયા. ક્ષણમાત્ર પછી તે ધીમે ધીમે સચેતન થયે એટલે રંકની માફક દીન સ્વરે વિલાપ કરવા લાગ્યા. અરે ? દેવ ? આવું દારૂણ દુઃખ હુને શા
For Private And Personal Use Only