________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧૦)
શ્રી કુમારપાળચરિત્ર. બનાવરાવી મહર્ષિ કપિલ પાસે પ્રતિષ્ઠા કરાવી બહુ અલંકારોથી સુશોભિત કરી રાજાએ તે પ્રતિમા પિતાના હાથમાં લીધી અને અનિલવેગ હાથી પર બેસી ફરીથી તે વીતભયનગરમાં ગયે. કુજીકાને તે પ્રતિમા આપી. દાસી પણ પ્રાચીન મૂર્તિ પિતાની સાથે લઈ નવીન મૂર્તિ ત્યાં સ્થાપન કરી રાજા પાસે ગઈ. પછી મૂર્તિ સહિત કુકાને હાથી પર બેસારી પવનસમાન ગતિવડે ચંડપ્રદ્યોત રાજા પોતાના સ્થાનમાં ગયે. - રાજા અને દાસી બંને વિષય ભેગમાં બહુ આસકત થયાં.
| વિદિશાનગરીમાં ભાયલસ્વામી નામે એક વિદિશાનગરી. વણિ રહેતો હતો, હેને તે મૂર્તિ પૂજન કર
વા માટે તેમણે આપી દીધી. તે વાણીયાના ઘેર રહેલી તે શ્રીજીનેંદ્રભગવાનની મૂર્તિ ઘણી કાલે મિથ્યાદષ્ટિઓ ગુપ્ત રીતે પૂજશે. વળી તે મૂર્તિનું પ્રતિબિંબ બહાર
સ્થાપન કરી તે મૂખ લેકે ભાયલસ્વામી વણિકને આદિત્ય એવા નામથી બોલાવશે. તેમજ લોકપણું તેનું કહેલું વચન સત્યમાની તે પ્રતિમાની પૂજા કરશે. અહે ? ધર્તનો કયો કો દંભ વિકાસ પામતું નથી ? વીતભયનગરીને અધિપતિ ઉદાયનરાજા સ્નાનાદિ ક્રિયા
કરી પ્રભાતકાલમાં પૂજા કરવા માટે દેવાલયમાં યુદ્ધપ્રયાણ ગયો. પ્રતિમાના કંઠમાં કર્માઈ ગયેલી પુષ્પ
- માલા જોઈ રાજા પિતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યો. આ દેવ મૂર્તિ પ્રથમ હતી તે નથી. કેઈપણ નવીન દેખાય છે, કારણ કે, તે પ્રતિમાનાં પુષ્પ પ્રતિક્ષણે નવીન હોય તેમ કોઈ સમયે કર્માતાં ન હતાં અને તેનું પૂજન કરનારી તે દાસી પણ અહિંયાં નથી. તેમજ હાલમાં “નિષાદીઓ-માવતે કહેતા હતા કે, આપણું હાથી મદ રહિત થઈ ગયા છે.” એમ
For Private And Personal Use Only