________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૭૭) પ્રાપ્તિ સુલભ છે, પરંતુ મુક્તિનું કારણ સદ્ધર્મરૂપી રત્ન મળવું બહુ દુર્લભ છે. આ પ્રમાણે ગુરૂમુખથી ધર્મોપદેશ સાંભળી ભીમકુમારને બંધ થયે, જેથી મતિસાગર સહિત તેણે મોક્ષબીજની માફક સમ્યકત્વ સહિત શ્રાદ્ધધર્મને સ્વીકાર કર્યો. શંકાદિ દોષ રહિત શ્રાવકધર્મનું તમારે પાલન કરવું. કારણકે, સંશય કરવાથી મંત્રાદિક પણ ફલ આપતા નથી, એ પ્રમાણે ગુરૂની શિક્ષા મિત્ર સહિત ભીમકુમારે વિનયપૂર્વક સ્વીકારી. પછી રાજા સૂરીશ્વરને વંદન કરી પિતાના પરિવાર સહિત પોતાના સ્થાનમાં ગયો. વિકાસ પામતા પદ્વવાદિવડે ઉદ્યાનની લક્ષ્મી જેમ ભીમકુમારની કીર્તિ લોકપ્રસિદ્ધ ઉત્તમ ચરિત્રવડે નૃત્ય કરવા લાગી.
એક દિવસ ભીમકુમાર પિતાના સ્થાનમાં બેઠો હતો, તેવામાં
સાક્ષાત્ કલાઓની મૂર્તિસમાન કોઇક કાપાકાપાલિકઆગમન. લિક-પાખંડી ત્યાં આવ્યું. જેના મુખમાં
સુંદરકલા રહેલી છે, મસ્તકે જટા અને હાથમાં ત્રિશૂળ હતું, વળી શરીરની અતિશય કાંતિથી પુરાઈ ગયેલ, સાક્ષાત્ રૂદ્રસમાન તે કાપાલિક જીગરનો આશીર્વાદ આપી કુમારે દષ્ટિથી બતાવેલા આસન પર બેઠે. સૂર્યસમાન અદ્ભુત કુમારની કાંતિ જોઈ કાપાલિક આશ્ચર્ય સાગરમાં ગરક થઈ ગયે અને સ્પષ્ટવાથી ભીમકુમાર પ્રત્યે બલ્ય, હે બુદ્ધિમાન ? સ્કાર ઉપકાર રૂપ પટવડે તું બહુ દૂર હતું પણ ઉદારસુગધવડે ચંપકદુમની માફક અમારી નજીકમાં હતા. બહુ ખેદની વાત છે કે, આ દુનીયામાં કીડાસમાન કયા માણસો નથી જન્મતા? જેની બુદ્ધિ હંમેશાં ઉપકારમાં નિરાબાધ પ્રવર્તે છે તેજ પુરૂષ જમેલો ગણાય છે. તેમજ કહ્યું છે કે;
For Private And Personal Use Only