________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
h
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્યું હતું. સંવત્ ૧૧૯૬ ના તેના દોહદમાં મળેલા લેખથી જણાય છે કે તેણે સૌરાષ્ટ્ર અને માળવાના રાજાઓને કેદ કર્યા હતા. સિંધુરાજ અને ખીજા કેટલાક રાજાઓને નાશ કર્યાં હતા, તેમજ ઉત્તરદેશના રાજાએ ત્યેની આજ્ઞા માનતા હતા. કચ્છમાં ભદ્રેશ્વરના સવત્ ૧૧૯૫ ના શિલાલેખ ઉપરથી કચ્છ પ્રાંત હેના તાામાં હતા એમ જણાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, સિદ્ધરાજ જયસિંહે પિતૃ પ્રાપ્ત રાજ્ય અણુલિવાડ પાટણના બહુજ વિસ્તાર કર્યાં. કેટલાક પ્રશ્નલ રાજાએને માંડલિક બનાવ્યા. ચૌલુકય વશમાં મહા સમ્રાટાના બિરૂદો પ્રથમ જયસિંહનેજ લગાડવામાં આવ્યાં છે. મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમ ભટ્ટારક, અવંતીનાથ, ત્રિભુવનગડ, સિદ્ધચક્રવર્તી, ખર– જીષ્ણુ વિગેરે વિશેષણા હેનાનામ સાથે જોડાયેલાં એમ લેખામાં મળી આવે છે. આચાર્યં શ્રીહેમચંદ્રસૂરિપરિચય.
કાટીગણ અનેવા શાખાવડે સુશાભિત ચંદ્રગચ્છમાં શુદ્ધ ચારિત્રધારી શ્રીદત્તસૂરિ થયા. જેમને વાણી વિલાસ બહુજ રસિક હતા. તેમના શિષ્ય યશાભદ્રસૂરિ થયા. જ્ઞાનના અતિશયથી પેાતાના મૃત્યુ સમય જાણી ગિરનાર પતપર તેઓ ગયા. ત્યાં સમાધિ પૂર્વક તેમણે સ્વર્ગવાસ કર્યા. તેમની પાટે વિશાળ ક્ષુદ્ધિમાન પ્રદ્યુમ્નસૂરિ થયા. પોતાના અભિધાનની ઇર્ષ્યાથી જેમ તેમણે કામનેા પરાજય કર્યાં હતા. તેમની ગુરુશ્રીને ધારણ કરનાર ગુણુસેનસૂરિ થયા. તેમના શિષ્ય દેવચંદ્રસૂરિ થયા. જેમના ગુણુ કીર્તનથી દેવતાએ પણ વિરમતા નહાતા. જેમના રચેલા ગ્રંથા સ્થાનાંગસૂત્ર વૃત્તિ, શ્રીશાંતિનાથ ચરિત્ર આદિ અનેક ગ્રંથ મૂર્ત્તિમાન જ્ઞાનાંશની માફક ખ્યાતિ ધરાવેછે. તેમના જૈનશાસનપ્રભાવશિષ્ય સકલશાસ્રનિષ્ણાત શ્રીહેમચંદ્રાચાય થયા. જેમને જન્મ ધંધુકા નગરમાં મેાઢજ્ઞાતીય ચાચીગ શ્રેષ્ઠીને ત્યાં પાહિની માતાની કુક્ષિથી વિ. સ. ૧૧૪૫ નાકાર્ત્તિક સુદી ૧૫ મે થયા હતા. તેમનુ નામ ચંગદેવ હતું. ખ'ભાત નગરમાં વિ. સ. ૧૧૫૪ માઘ શુકલ ચતુશી શનિવારે શુભયેાગમાં નવ વર્ષની ઉમરે ચંગદેવને દેવચંદ્રસૂરિએ દીક્ષા આપી હતી. દીક્ષા સમયે ઉજ્જવળ મુદ્ધિ હાવાથી સામચંદ્ર નામ રાખવામાં આવ્યુ હતુ. ઉદયનમંત્રીએ બહુ ઉત્સાહથી દીક્ષા મહાત્સવ કર્યો
For Private And Personal Use Only