________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦)
દિલના અજીત મિત્રા અજીતને, વ્હાલવાળા લાગશે, દિલનાં દરદ પુછનાર સાચા, મિત્ર ક્યાં વસતા હશે !
૧૩
મનસ્ય પમટને ! (૨૨) હરિગીત.
આ વૃક્ષથી આ વૃક્ષપર, કુદકા અતિશય મારતુ, ઘડીમાં હીંડાળે હિંચતું, વળી અતિ ચપળતા ધારતું; તરૂકુળ તણું ભક્ષણ કરે, પદ્મવ વિખેરી નાખતું, ચંચળ અતિ મન માંકડું, નથી શાન્તિ ઘડીભર રાખતું. ૧ દુર્ગમ અગરકે સુગમ આ, અપરમ્ય કે આ રમ્ય છે, આવળ અગર કે આગ્ન આ, સુખજન્ય કે દુખજન્ય છે; તેનુ નિરીક્ષણ ના કરે, કટુ સ્વાદુ ફળકુળ ચાખતું, ચંચળ અતિ મન માંકડું, નથી શાન્તિ ઘડીભર રાખતું. ૨ ઉતરે ઘડીમાં ખાડમાં, ઘડીમાં ચઢે ગિરિ ઊપરે, કિચ્ચડ વિષે કૂદી પડે, એસે જઈ વળી ટેકરે; નિ`ય અગર કે સભય શું, ઘટ વાત એ નથી દાખતું, ચંચળ અતિ મન માંકડું, નથી શાન્તિ ઘડીભર રાખતું. ૩ ચૈતન્યની પદવી તણી, એને નથી જરિયે સ્પૃહા,
મરવા પછીની ફ્રિકર પણુ, નથી રાખતુ રચે અહા ! અન્તે સુખદ પદમાં જવા, વિચાર દોંલ નથી દાખતુ, ચંચળ અતિ મન માંકડું, નથી શાન્તિ ઘડીભર રાખતું. ૪ સજ્જન તણી વળી સસ્તુતિ, કરતુ નથી એકે પળે,
ભર તાપમાં પણ તે ફ્રે, જ્યાં હસ્ત પદ સહુ તન ખળે; કીધુ કરે નહી કેાઈનું, નવ શાન્તિથી કઇ સાંખતુ, ચંચળ અતિ મન માંકડુ, નથી શાન્તિ ઘડીભર રાખતું પ
For Private And Personal Use Only