________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારે જ નિજ સ્વરૂપનાં દર્શન થશે અને જન્મ મરણના ફેરા ટળશે. મન મર્કટ માટે કવિ કહે છે કે – “આ વૃક્ષથી આ વૃક્ષપર કૂદકા અતિશય ભારતું.
ઘડીમાં હીંડોળે હીંચતું વળી અતિ ચપળતા ધારતું, તરૂ ફળતણું ભક્ષણ કરે. પલ્લવ વિખેરી નાખતું. ચંચળ અતિ મન માકડું નથી શાંતિ ઘડી ભર રાખતું, ”
ઈતિહાસને ઉપદેશ એ ખરેખરે વૈરાગ્યનોજ ઉપદેશ છે. કેક જન્મા, બળવંતા થયા અને ચાલ્યા ગયા. કક જીત્યા અને કૈક હાર પામ્યા. કૈક જમાવ્યાં અને કેકે ખોયાં, આટલું છતાં યે તે સઘળા ખાલી હાથે આવ્યા તેમજ ચાલ્યા ગયા. આવો મહાન ઉપદેશ ઈતિહાસ આપી રહ્યો છે. કવિએ પંચાસર અને ચાવડાઓનું વર્ણન કરતાં ઉપદેશ આપતાં જણાવ્યું છે કે,
આ ગ્રામ પંચાસર પ્રથમ કબજે હતું સહુ આપના, ગુર્જર તણી ભૂમિ અને તાબે હતી સહુ આપના, ઉગ્યો સૂરજ ને આથમ્યો ત્યાં એક બે કિરણે રહી.
સ્વતંત્ર લક્ષ્મી આપની હે ચાવડા ઉપડી ગઈ. રૂપ સુંદરી પટ્ટરાણું સમ અહીં નારીનાં રનો હતાં, ઓઝલ અને પડદા તણા સન્માન પણ અહીયાં હતાં. રજપુતના રજકાભર્યા જમ્યા હતા બાલક અહીં. એ હાલ પંચાસર વિષે એમાંનું કઈ પણ છે નહિ.”
આત્માને સંભાળ્યા કરે એ સાધુ પુરૂષોનું લક્ષણ છે. આત્મા પિતાના કર્માનુસાર સર્વ સામગ્રી પિતાને માટે રચે છે. આવા મહાન શક્તિધારી આત્માને સંભાળવો એ સર્વનું પ્રથમ કર્તવ્ય છે. કવિ કહે છે કે –
જેણે મારું સરજન કર્યું પ્રેમથી સાથ પાળે, જન્માં પહેલાં જનની જઠરે અગ્નિમાંથી ઉગાર્યો એવા મારા જગત પતિની નામ માલા ન જાપી.
For Private And Personal Use Only