________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાનાર પ્રાપ્ત થનાર નહિ થાનાર તે રહેનાર નહિ; થાનાર ને જનારની ચિંતા કરી મુજને નહિ. જે વહિ ગયા મધુભોગ ચિંતા તે તણું કરવી નથી; ને હાલની આલ્હાદતાને જોઈ હરખાવું નહિ. થાશે ભવિષ્ય જે બીના તે તે બધી ક્ષણવારની;
આ વિશ્વકરા ભેગની છે ચંદ્રિકા ઘડીચારની. ” રાગદ્વેષને જીતવા માટે સતત પુરૂષાર્થ આદરે એ સાધુ પુરૂષનું મુખ્ય લક્ષણ છે, જેણે જેટલે અંશે રાગદ્વેષ જીત્યા તે તેટલે અંશે સાધુ છે. આશા તૃષ્ણાઓ સાધુઓને સાધુતાથી ભ્રષ્ટ કરનારી વસ્તુઓ છે. જેણે આશા તૃષ્ણાને તિલાંજલી આપી છે તે જ સાચા સાધુઓ છે. આશા તૃષ્ણાને જીતવી કાંઈ સહેલી નથી. મોટા મોટા મહાપુરૂષોને પણ આશા તૃણાને નીકટનો સંબંધ છે જે રાગદ્વેષને જીતે છે તેજ આશા તૃષ્ણ જીતે છે અને તે જ સાધુ છે. એવા સાધુઓ ખરેખર વિશ્વવંદ્ય છે. કવિ પણ કહે છે કે – “ કઈ સ્નેહ સાથે શરીરથી પ્રભુનાં જ કાર્યો આદરે;
જપ માળ કર તૃષ્ણ નથી પ્રભુનામ હવાથી ઝરે; ઉદ્વિગ્નતા મનમાં નથી ઈશ ઈશ્કમાં આરામ છે. તે સત્ય સૌરભ સાધુને મમ કેટી વાર પ્રણામ છે. ”
મન એ એક જાતનું મર્કટ છે. મર્કટ તે એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર છલંગ મારે છે પણ મન રૂપી મર્કટ તે ઘડીકમાં આકાશમાંથી પાતાળમાં અને પાતાળમાંથી આકાશમાં છલંગે ભરે છે. મર્કટને મદારી લેકે સહેલાઈથી વશ કરી શકે છે પણ મનરૂપી મર્કટ તે એટલું બધું ચંચળ અને બળવાન છે કે તેને વશ કરવું ઘણું જ મુશ્કેલ છે. મર્કટ થાકે છે ત્યારે શાંતિમાં બેસે છે પણ મન મર્કટ તે થાકતું એ નથી શાંતિથી સ્થિર થઈ ઠેકાણે બેસતું યે નથી. આવું મહાવેગવાળું મન મર્કટ જ્યારે ઠેકાણે આવશે
For Private And Personal Use Only