________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિઓ એ કૃતિઓની લીલામાં મુખ્ય બની જાય છે. કવિ પણ
આ પંખીડાં સુરવ કરતાં ભિન્ન કંઠે પિકારી, ને વૃક્ષોને ઉપર રમતાં પાંખ પ્રેમે પસારી; એ સર્વેને પ્રતિદિલ જુદી આકૃતિ આપી સારી; વ્હાલા તારી વિવિધ કૃતિમાં વૃત્તિ જામી અમારી. આ વર્ષોમાં ઘન ગરજે મેઘ આકાશમાંહી; વારિ ત્યાંથી વિમલ વરસે વિજનો વાસ જયાંહી. એવી તારી અનુપમકૃતિ કેમ દઉં હું વિસારી; વહાલા તારી વિવિધ કૃતિમાં વૃત્તિ જામી અમારી. ” હદય વગરનો માનવી કવિતા રચી શકતો નથી. જેડકળા તે આ યુગમાં ઘણુંયે જોડે છે. એવાં જોડકડાં તે આજે જમ્યા અને કાલે મુવા. હદયવાળી કવિતાઓજ અજર અમર છે. કવિના હદયના. ભાવતો જુઓ – “ઊર્ધ્વ માર્ગની સત્ય મુસાફરી આવીને બતાવીજા;
એજ મધુરા સત્ય દેશના અગમ્ય શબ્દ શુણુવી જા. પ્રેમ ભૂમિ પર શાંતિ વૃષ્ટિને હાલ કરી વરસાવી જા; વિરહ તાપથી શુષ્ક બનેલી હૃદયભૂમિ ભિંજાવી જા.
અધ્યાત્મ કવિરાજો મુખ્ય વિષય વૈરાગ્ય અને બેપરવાઈને હોય છે. જ્યાં પરવા છે ત્યાં વૈરાગ્ય નથી, અને જ્યાં વૈરાગ્ય છે ત્યાં પરવા નથી. વૈરાગ્યવાન અધ્યાત્મ કવિરાજે ઉદાસી નહિ પણ મસ્ત હોય છે. મસ્ત પુરૂષો ખરેખરા વૈરાગી છે. પૂર્ણ મસ્ત તો વીતરાગજ હોય છે. કવિ પિતે પણ જગતનો વિચાર રીને તેમાંથી વૈરાગ્ય મેળવે છે, મસ્ત બને છે. જુઓ –
જંજાળ કોણ કરે હવે જગમાં જીવન થોડું રહ્યું; વહેનાર પાણી વહી ગયું થાનાર સર્વે થઈ રહ્યું.
For Private And Personal Use Only