________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૯) લભ્ય કીધું રે અલભ્યને, કીધું અદષ્ટ દષ્ટજી, સભ્ય કીધું રે અસભ્યને, કીધું સૃષ્ટ અસૃષ્ટજી, સશુરૂ. ૮ ભેદ કીધા રે અભેદના, કીધા અભેદના ભેદજી, સમજાવી શાન સોહામણી, કાપી મેહની કેદજી. સદ્દગુરૂ. ૯ શિષ્યનો સંઘ સંભારતે, ગુરૂ જ્ઞાન વિશાળજી, અછત નમે આપ પાયમાં, ગુરૂદેવ દયાળજી. સદ્ગુરૂ. ૧૦
બુદ્ધિ-ટેક
બુદ્ધિ-૧
બુદ્ધિ-૨
श्रीगुरुमहिमा.
ભેખ રે ઉતારે રાજા ભરથરી એ–રાગ. બુદ્ધિ સાગર ગુરૂદેવજી, જપીયે આપને જાપજી; મનડાના મોહ શમાવજે, ટાળી તનડાના તાપજી. ધર્મ પા તમે ઘેર્યથી, કીધાં ધર્મનાં કામ, અન્યને ધર્મ પળાવીયે, ગયા ધર્મના ધામજી.
ગ પ્રદેશથી આવીયા, પાલ્ય વેગ આચારજી, સિદ્ધ સ્વરૂપી સદા તમે, દીવ્ય જ્ઞાનદાતારજી. દર્શન ફરી હવે ક્યાં મળે? ક્યારે દેશે સત્સંગજી? કયારે થાશે ભવ્ય દર્શને, ઉરમાંહી ઉમંગ છે. મૂર્તિ મધુર મન મોહિની, પખી પ્રગટ પ્રેમજી, વિરહી શિષ્ય ગુરૂદેવના, કરિયે સ્થિર મન કેમ છે? પારસ કેરા શુદ્ધ સ્પર્શથી, લેહ કુંદન થાય છે, આત્મા પરાત્મ બને નહીં, જીવપણું નવ જાયછે. આત્મ પરાત્મ બને તદા, મળે સદ્ગુરૂ દેવજી, ઉત્તમ સત્સંગ આપતાં, કરતાં સત્સંગ સેવજી. વિરહ પ્રખર ગુરૂરાજને, તનમન વ્યાકુળ થાય છે, આંખ્ય થકી અશ્રુઓ વહે, નવશાંતિ સોહાયછે.
બુદ્ધિ-૩
બુદ્ધિ-૪
બુદ્ધિ-પ
બુદ્ધિ-૬
બુદ્ધિ-૭
For Private And Personal Use Only