________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૭). પરજાતિ કુલટા કુલહીના, મમતા છે નારી ધુતારી; આપમિલનમાં ભંગ પાડે છે, વિનતી એ ઉરમાં ધારી. હવે ૨ સર્વ ગુણ સંપન્ન સ્વામી છે હારે, અંત સમયનો છે બેલી; મમતાના રંગે રહ્યો હાલ રાચી, એકલડી હને મહેલી. હવે ૩ જડતાને સંગ તજી દીધે તક્ષણ, જાગ્યા ગુરૂ સુખ શશિ; આનન્દઘન ચિત્ત પુષ્પ પ્રસન્ન છે, વસંત ખીલ્યા છે. પ્રકાશી. હવે
પદ ૬૬–પાવા તે ગઢથી ઉતર્યાએ રાગ. સાખી–રાશિ શશી તારા કળા, જુઓને જોષી જેષ;
કયારે પ્રિય સમતા મળે, જાય વિરહને શેષ. થઈ વિરહ વ્યથા ઘણું કારમી, આ અવસરીએ, હને નાથ વિના રહી છે દમી, શું કરીએ રે. ગઈ નિદ્રા પણ મુજ આંખડી, આ અવસરીએ; મુજ દુઃખ દેખીને ગઈ હતી, શું કરીએ રે. દીપક પણ શિર પર ડોલતો, આ અવસરીએ; હૃદયે સ્થિર ભાવ નથી થતો, શું કરીએ રે. દુ:ખ દાઈ તારા જાગી છે. આ અવસરીએ; તલવાર વિરહની લાગી છે, શું કરીએ રે.
હને મદન મારવા ચાહા છે, આ અવસરીએ; રજની દગો કરવા જાય છે, શું કરીએ રે. તન પીંજરે ઝરે એકલે, આ અવસરીએ; ઉડી નથી શક્તો હંસલો, શું કરીએ રે. શ્વાસોશ્વાસ વધારતી, આ અવસરીએ; રજની બહુ વાદ પ્રસારતી, શું કરીએ રે. પણ વાત ઘડી સુણતી નથી, આ અવસરીએ, કૂર ભાવ ઘડી તજતી નથી, શું કરીએ રે.
For Private And Personal Use Only