________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૮)
જે પતિ સુંદર પરમાતમા, આ અવસરીએ, તેની રાખે નહી જરીએ તમા, શું કરીએ રે. ૯ પછી આશા પૂરી આવીને, આ અવસરીએ; આનન્દઘન પાસે લાવીને, શું કરીએ રે. ૧૦
પદ ૬૭-રાગ આશાવરીની દેશી. સાધુ ભાઈ ! પોતાનું રૂપ જ્યાં દેખ્યું,
ત્યારે વિશ્વ દુઃખદ કરી લેખ્યું. સાધુ-ટેક કરતા છે કણ ને કેણ છે કરણી, એ સહુ સમજાયું આદિ અનાદિની ખબર પડી ગઈ, મનડું પાછું ઘેર આવ્યું. સાધુ-૧ સાધુ સંગત અને ગુરૂની કૃપાથી, કુળ તણું રેખા મટી છે; આનન્દઘન પ્રભુ પર પામ્ય, અંતરની ગ્રંથી છુટી છે. સાધુ–૨
પદ ૬૮-લાવણું. રામ કહો રહેમાન કહો કેઈ, કહાન કહો મહાદેવ કહે, પાશ્વનાથ કહો કેઈ બ્રહ્મા, સકળ બ્રહ્મ સ્વયમેવ કહે. ૧ પાત્રોમાં ભેદ અનેક દિસે, મૃત્તિકા રૂપે તે એક કહે, ખંડ કપના સહ આરેપિત, આપ સ્વરૂપ અખંડ કહે. ૨ નિજ પદમાંહી રમે જે નિત્યે, તેને તો શ્રીરામ કહો, રહેમ પ્રાણપર રાખે તેને, સહુ કોઈ રહેમાન કહો. ૩ જે સત્કર્મ કરે આ જગમાં, તે જનને શ્રી કહાન કહે; પૂર્ણરૂપ પામે આત્માનું, તેને શ્રી મહાદેવ કહે. નિજ રૂપને જે સ્પર્શ કરે તે, પાર્શ્વનાથ સદેવ કહે; અખિલ બ્રહ્મને ઓળખે તેને, બ્રહ્મા બ્રહ્મવાદીએ કહ્યો. એ રીતે આનંદઘન સાધે, તેને આનન્દઘનજ કહે, કર્મ ત્યાગ કરી વરતે તેને, ચેતનમય તહૂપ કહે.
For Private And Personal Use Only