________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૦ )
પદ ર૭. રાગ-ઉપરનો. રામ નામ જગના રે લેકે ગાય છે, અલખ દેવને લખી શકે જન કેઈ જે. નિ:પક્ષી મતના સાચા સંત છે, કકર કણને પાર ન જગમાં હોય છે. મતવાલા ગુંચાણ મતમાં સર્વથા, મઠવાલા રંગાણા મઠમાં એમ જે, જટા પટાધર જટા પટાને રીઝતા, છત્ર ધારી મુંઝાણું છત્રે તેમ . આગમધર આગમ ભણું થાક્યા વિશ્વમાં, માયાધારી થાકયા માયા માંહિ જે; દુનિયાદારી લોકો દુનિયામાં રચ્યા, આશાધારી થાક્યા આશા છાય જે. બહિર પ્રદેશી લેકે બાહેર શોધતા, એતો ફસિયા માયા કેરે ફંદ જે; અંતરમાં વસીઓ છે શ્રી પરમાત્મા, એ જાણે તે દુર્લભ સુખકર સંત જે. ખગ પદ ગગને મીન પદ જળમાં શોધતા, ભૂખ નહીં તો બીજા મૂખો કેણુ; ચિત્ત પંકજને શોધે ષસ્પદ સંત છે, વસ્તુ સમીપે આનન્દઘન અભિરામ જે.
પદ ૨૮. રાગ-ઉપરનો. અન્ય તણું આશા શી કરવી સંતને, જ્ઞાન સુધારસ કેરૂં કરવું પાન જે.
For Private And Personal Use Only