________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
(૩૭૦) નાશવંતી આશાનાં નશ્વર સાધન, વિમળ વસ્તુને વિમળ સદા વિશ્રામ જે. દ્વાર દ્વાર ભટકે તે કુતરા જાણવા, આશા કેરા અખંડ પણાના દાસ જે; આતમ અનુભવ રસના રસિઆ લેકની, અખંડ ખુમારી નવ ઉતરે ઉલ્લાસ જે. આશા રૂપ દાસીના ડાહા દીકરા, તે જન દુનિયા કેરા ગણવા દાસ જે હોટા જન આશાને દાસી કરે, તેના ઘટમાં અનુભવ યુક્ત વિલાસ જે. મન કેરે ચાલે ને મશાલે પ્રેમને, બ્રહ્મ અગ્નિની પ્રગટાવી છે જ્વાલ જે; તન ભઠ્ઠીમાં ઉત્તમ રસ ઉપજાવીઓ, એ રસ પીધે અનુભવી મુખડું લાલ જે. અગમ પિયાલા પીજે મતવાલા જને, ઓળખી લઈને અધ્યાતમ શુભ વાસ છે; આનન્દઘન ચેતન થઈને તે ખેલશે, દેખે લેક અનુભવ ખેલ પ્રકાશ જે.
પદ ર૯. સાસુ ધુતારી હારી નણદી હઠીલી એ રાગ. અવધુ નામ અલ્હારૂં રાખે, તેજ મહા રસ ચાખે રે, શું ઉચરવું નામ ચેતનનું, કેણ મુખેથી ભાખે છે. અવધૂ-૧ હું તે પુરૂષ નથી હું નહી નારી, વર્ણ ન ભાત હમારે રે; જાતિનપાંતિ ન સાધન સાધક, નહી હું લઘુ નહી ભારે રે. અવધ-૨ નહી હું ઠડે નહીં ઉન્હે, નથી હું દીધું કે છેટે રે, નહી હું ભાઈ કે નહી હું ભગિની, નહી હું બાપકે બેટે રે. અવધ-૩
For Private And Personal Use Only