________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
“ જાવું અમારે ઉત્તરે કરવા સુદર્શન દેવનાં, દક્ષિણ તરફ જાઓ તમે જ્યાં હર્યા છે યમદેવનાં; ચોકસ અભય આ માર્ગ છે ને આપ પથમાં પગ કળે, બોલો હવે ઓ બંધુઓ આ મેળ શી રીતે મળે. ” કઈ રીતે જગતજનના તત્વમાં મેળ આણું, કયાં રાત્રિને રવિકિરણ કયાં ઐક્ય શી રીત જાણું; સંસારીનાં કલુષિત દિલો સ્વર્ગમાં શું સુહાવે, પ્યારા મારા પિયુ વિણ મને તેનામાં નિંદ નાવે. ” આ છે જુદા નથી નથી બધે મોંઘીલા સ્પર્શ કાંત, 'છાયા શીળી નથી નથી બધે કલ્પ કોટી પ્રશાંત; કોઈ કેરા પુનિત ઉરમાં આત્મ ઝાંખી જણાવે, પ્રારા મારા પિયુ વિણ મને નેનમાં નિંદ નાવે. ”
વંધ્યા નારી જણતરતણી આપદા કેમ જાણે.” કોઈ કોઈ જેનેરો આક્ષેપ કરે છે કે જેનમુનિરાજોમાં પ્રભુભક્તિ હોતી નથી, કારણ કે જેને પ્રભુને માનતા નથી. ખરું જોતાં આ આક્ષેપ સમજણ વિનાનો છે. જેનો પ્રભુને માને છે પણ તે આત્મા એ જ પરમાત્મા છે એ દષ્ટિએ ઉપાસના કરે છે. જેનો આત્મા પૂરતું કર્તુત્વ પણ સ્વીકારે છે. આ કવિમાં અપૂર્વ પ્રભુભક્તિ દેખાઈ આવ્યા વિના રહેવા પામતી નથી. આત્મામાં સત્તાએ સર્વ શક્તિઓ રહેલી છે અને જ્યારે એ સર્વ શક્તિઓની સંપૂર્ણ ખીલવટ થાય છે ત્યારે તે સર્વ કરવાને શક્તિમાન થાય છે એ અપેક્ષા પૂરતું કર્તૃત્વ પણ આ કવિ સ્વીકારે છે. કે જે કતૃત્વ પૂર્વે મહાન જૈનાચાર્યોએ સ્વીકારેલું છે. “ ભવાબ્ધિ મળે આ વિષયરૂપ કલ્લોલ ઉછળે, પરીણામે ખારું જળ પણ દિસે છે જ સઘળે; અમોને અબ્ધિથી અહીં ઉધરવાને પદ ધરે, પ્રભ વિશ્વસ્વામી અમ પર કરૂણું કંઈ કરે. ”
For Private And Personal Use Only