________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદાન્ઝાયમાં ઉપનિષદોને ઘણું જ પવિત્ર વસ્તુ તરીકે માનવામાં આવે છે. આ ઉપનિષદના અમુક ભાગના કવિતા રૂપે ભાષાંતર “કાવ્ય સુધાકરમાં વાંચવામાં આવે છે. આ કવિતાઓમાં મૂળ ઉપનિવદેના રસ અને ભાવ કોઈ પણ પ્રકારની ક્ષતિ પામ્યા વગર કાયમ રહેલા છે. એક જૈન કવિ ઉપનિષદનું ભાષાંતર કરે અને તેમાં રસ અને ભાવની ક્ષતિ ન થવા પામે એ કાંઈ જેવી તેવી વાત નથી. જુઓ – “ મારા ધણીની ધાકથી આ સૂર્ય આકાશે ફરે, મારા ધણના દુકમથી શશિ તેજ અંગે વિસ્તરે મારા ધણીની ધાકથી છે સ્વર્ગ આકાશે રહ્યું, અવની તણું પડેય પણ સ્થિરતાની સાથે કરી રહ્યું.”
આપણું દેશની ઉન્નતિ અવનતિનો મુખ્ય આધાર આપણું દેશના ત્યાગી સંતમહંત ઉપર રહેલો છે. આપણે દેશ સંતમહંતોના વચનો ઉપર પરમ શ્રદ્ધાળ છે. આ સંત કવિમાં દેશદાઝ પણ કંઇ જેવી તેવી નથી. જુઓ – “ ઉપજયા અમો જે દેશમાં મરવું અને જે દેશમાં,
ખાવું વળી જે દેશનું રહેવું તથા જે દેશમાં; એ દેશમાં ગરીબાઈ છે એ પુકાર ઉઠાવે, એ સર્વદા અન્યાય છે એ ન્યાય ક્યાંને જાણવો. નિજ ઉન્નતિથી નવ હઠે, પાછા કદિ ના પગ ભરો: સારૂં સદા કરનારનું, ભગવત સદા સારું કરે.
કવિ પોતે સ્વતંત્ર વિચારક છે. અને જગતને મોટે ભાગ પરતંત્ર વિચારક છે. જ્યાં નિરંકુશપણે વિહાર કરનાર ગગનવિહારી કવિ અને કયાં અનેક અંકુશની બેડીઓ પહેરીને એક ઓરડીમાં ચક્કર મારનાર અન્યજન !!! કવિ કહે છે કે સંપૂર્ણ સ્વતંત્રતા અને સંપૂર્ણ પરતંત્રતાના મૂળ શી રીતે મેળવવા. !!!
For Private And Personal Use Only