________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ પ્રાણીનું સહજભાવમાં પાલન આપ સદૈવ કરે, નિજનિજની મર્યાદા માંહી વસ્તુ રાખવા સેતુ ખરે; આપતણું આધાર વડે આ સર્વ ભુવન સ્થિતિ ધારી રહ્યાં, આપ સેતુના આશ્રયેબલથી ગરબડ કરી નહિ ગગડી ગયાં. અપૂર્વ લીલાભરી આ દુનિયાં છે પણ તેને ત્યાગ કરી, આપતણું દર્શન માટે છે સંતજને કૌપીન ધરી. ” કોઈ કહે તું વ્યાપક સઘળે અવ્યાપક નહિ કયાંઈ કદા. વ્યાપક જે તું હોય ઈશ તે તીર્થ ફરે જન કેમ સદા: જે વ્યાપક તું હોય નહિ તે, દોષ અશક્ય ઘટે ભારી, એક નિરંજન ચિદ્ધન આતમ સ્તુતિ મારી લે સ્વીકારી, કદિ માલા ઝાલી પ્રભુ પ્રભુ પ્રભુ મહે કહ્યું નથી, કદિ કાલાવાલા વિનય કરી કીધા પણ નથી; કદિ યાત્રા તીર્થે રટણ કરી કીધી હજી નથી, છતાં શાંતિ શાંતિ કરી કર દયા તું દીન પતિ. ” પ્રભુ આપજે પ્રભુ આપજે હારા ચરણની પ્રીતડી, પ્રભુ આપજે પ્રભુ આપજે હાર સ્મરણ કરી ઘડી; પ્રભુ કાપજે પ્રભુ કાપજે દુર વાસનામય દુર્મતિ, પ્રભુ થાપજે પ્રભુ થાપજે મુજ આત્મની તુજ પદસ્થિતિ.”
પ્રાણી માત્ર ઈશ્વરની શોધમાં અનેકવિધ પ્રયત્ન સેવી રહ્યાં છે. જે સઘળી દિશા પ્રયત્ન થાય તે જ તે સફળ છે. પ્રભુ આપણું પાસે જ છે. આપણે શુદ્ધાત્મા છે એ જ પ્રભુ છે. આપણા ઘટ મંદિરમાં આમદેવ વિરાજે છે. બીજે સ્થાને શેધવાથી એ આત્મદેવનાં દર્શન થવાનાં જ નથી. જ્યારે ઘટમાં શોધ થશે ત્યારે જ આપોઆપ આત્માનાં દર્શન થશે. આ સિદ્ધાંત સમજાવવા કવિ
“કમ આથડે છે હૃદય મળે જ્ઞાન સંજ્ઞક જાનવી,
ત્યાં સ્નાન કરતાં સર્વ પાપ નાશ કરતાં માનવી;
For Private And Personal Use Only