________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) રાજયોનામસ્થિતિન? ()
સવૈયા-કાદમ્બરીમાંથી. મહદ સત્ત્વથી રહિત હાયજે, પ્રકૃતિ પણ સ્થિર હોય નહીં, કંજુસ ષ સહિત કોઈ પ્રતિ, દાન સ્વભાવે હેય નહી, શુલ્લ વિચાર ભરેલ હૃદયમાં, કદીય પ્રઢતા નાજ ધરે,
એમ અનીતિ પૂર્ણ પુરૂષમાં, રાજ્ય કદી સ્થિતિ નાજ કરે; ૧ નહી આચાર વિચાર કદાપિ, અશુદ્ધ અંગ મન સાથે રહે;
ક્ષત્રિય જનની સત્ય પ્રભુતા, શોર્ય રગે રગમાં ન વહે; સત્કાર્યો યા યુદ્ધ આંગણે, જતાં હદયમાં આપ ડરે;
એમ અનીતિ પૂર્ણ પુરૂષમાં, રાજ્ય કદી સ્થિતિ નાજ કરે. ૨ સુજન પુરૂષની સુન્દર શોભા, પ્રિય વાક્યામૃત જ્યાં ન વસે
અસત્યવાદ વદતો અને, અસત્ય બોલતાં દીલ હસે; બુદ્ધિ સ્વરૂપ દીપક દિલડાના, મહદ મહેલમાં નવ પ્રગટે;
અનીતિ પૂર્ણ એવા જન માંહી, રાજ્ય સ્થિતિ કદીના જ ઘટે.૩ વિવેક હીન ઉપકારી જનના, ગુણપર જેને ગુણ નહીં; ઉદાર સ્વભાવી હાય નહીને, વિભાગ કાર્યમાં પૂર્ણ નહીં; ન્યાય પન્થને ભાળે ત્યાંથી, ભડકી પાછો ત્વરિત ફરે; અનીતિ પૂર્ણ એવા નૃપમાંહી, રાજ્ય કદી સ્થિતિ નાજ કરે. ૪ ધર્મ વિષે રૂચિ રંચ ન રાખે, શાસ્ત્ર કથિત વ્યવહાર નહી;
શરણાગત પ્રાણીનું રક્ષણ, કરવાને મતિ ધારી નહીં; ભક્તિ હીન વળી નહી કૃપાળુ, અમિત્ર વત્સલ જેહ ઠરે,
અનીતિ પૂર્ણ એવા નૃપમાંહી, રાજ્યકદી સ્થિતિ નાજ કરે. પ પોતે પણ પિતાના દિલને, સ્વાધીન જે નહી રાખી શકે, વશ કરી જાણે નહી ઈન્દ્રિયને, નિજ સેવક પણ નવ હરખે; આદિ આદિ ગુણ દીવ્ય હદયના, મન્દિર મધ્યે નહીજ ભરે; અનીતિ પૂર્ણ એવા નૃપમાંહી, રાજ્ય કદી સ્થિતિ નાજ કરે. ૬
નીતિ
અને એક મતિ
For Private And Personal Use Only