________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧ ૭ ) डहेलामा चन्द्रिका. (४८)
સવૈયા. આળપાળ જ જાળ કરીને, નર નારીએ શયન કર્યો, વર્ષારૂતુની યુવાન વયમાં, આકાશે ઘન બૂહ ઠર્યા, કોલાહલ સહુ શાન્ત પડેલે, પવન લહેર પણ શાંત હતી; અન્ધકારતા આછી આછી, અત્ર તત્ર પ્રસરેલ હતી. દિવસે શયન કર્યો ને સાટે, ઉઘદેવી નયને નાવે; વિવિધ વિચાર થતા દિલડામાં, શુદ્ધ માર્ગ નજરે નાવે; હૃદય વાત કરવાને માટે, પ્રેમપિપાસું દૂર થયા; શાંત ગિરિના શૃંગ ઉપરથી, વિમળ હેળીયા વહી રહ્યા. ૨ એકલડી વિરહાળી ગોપી, હતી ઘેર જેમ અમુઝાત; બંસી નાદ સુણને–પોતે, વિભુ વિગે તલસાતી; દૂર સ્થિત ચન્દાની એવી, હું પણ વાટલડી જોઉં, એમજ ઉમર હતી કે કયારે, એ દર્શનથી મન મેહું? ૩ સામગ્રી સહુ સજજ કરેલી, પુષ્પગુચ્છથી શણગારી; ઝગમગ ઝમરૂખ આપી રહેલી, સહેજ સુધારી સુખકારી; તેલ ફૂલેલ અત્તરની હેજત, પ્રેમ નિકુંજે વિલસાતી; માત્ર રાહ એ રમ્ય કાળમાં, એક કાન્તની જવાતી; ૪ એટલી વાટ વિલોકી ત્યાં તે, પૂર્વ પગથીએ ઊર્ધ્વ હડી; સજી સોળ શણગાર હેજમાં, નવલ ઉમંગી નયન પડી, અભ્ર ભૂમિની આગળ રમતી, પુષ્પ કિરણનાં વિસ્તાર્યા; ફેંક્યાં ઘરતરૂ કુંજ ગલીમાં, હૈડાં એજ સમય હર્યા. ૌપ્ય તણાં આ સર્વ ગ્રહીને, નિર્મળ રૉપ્ય તણાં કીધાં; અમૃતરસનાં બિન્દુ વહાવ્યાં, સ્નેહ રત્નનાં દાન દીધાં; લેહ પૃથ્વી રૂપાની કીધી, કપૂરમય તેમ વૃક્ષ કર્યા, કરણે નયને હૃદયે સઘળે, ચિત્તચોરનાં બિંબ ભર્યા. ૬
For Private And Personal Use Only