________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૬).
૧
૨
દ્વિત્તાની હિતારિણી. (૪૭)
હરિગીત-છન્દ. દિલદારના દિલડા તણી, દિલહારિણી દારા બનું,
દિલદારની અનુરાગિણી, મુજ પ્રાણસમ પ્યારા ગણું; દિલદારનાં નયને વિષે, મુજ નયનને ભેળાં કરું;
દિલદારનાં હૈડાં વિષે, મુજ હૃદયને ઠંડાં કરું. સે સે શરાબ જેટલી, આ કેફ માંહી ઘેન છે;
સો સે યુગેના જેટલી, હુલ્લાસ પૂર્વક રેન છે; ઊતરે નહિ ઊતરે નહીં, આ કેફ કેરી મધુરતા;
ઊતરે નહિ ઊતરે નહીં, આ હૃદય કેરી સુખદતા. દિલદાર કેરા ઉમળકા, હારા ઉમળકા સર્વએ;
દિલદાર કેરાં દુઃખ જે તે, સર્વ દુઃખ મહારાં જ છે; દિલદાર કેરાં સંખ્યમાં, મહારાં સુખે તો તે નહી;
મુજ પ્રાણ કેરાં સૌખ્ય તે, દિલદારનાં સાચાં સહી. સંકષ્ટ સર્વે ભેદમાં, હું ભેદવાદી છું નહીં;
હુંમાં અને મુજ નાથમાં, જુદાઈ તલભાર છે નહી, જ્યાં હું નહી ત્યાં તું નહી, હું તું નહી ત્યાં દુઃખ નહી;
જ્યાં દુ:ખ કેરા ભેદ નહિ ત્યાં, ખલક કેરૂં સુખ નહી. અક્ષય રસેની હેલમાં, અહિં નિત્ય સુંદર સ્નાન છે;
અક્ષય રસેના રાગમાં, ગુલતાન અહીયાં ગાન છે, હા? શૂન્ય નભમંડલ થકી, અક્ષય સલિલ વષી રહ્યું પતિ પત્નીના પર્યકમાં, ચેતન્યઘન પ્રગટી રહ્યું.
૩
૪
૫
For Private And Personal Use Only