________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) पादरमा एक श्रावणीसंध्या. ( ३६)
હરિગીત. કૃષિકાર લેક ક્ષેત્રથી બીજ, વાવીને ઘર આવતા
ધૂસર ધરેલા બેલદીઆ, હર્ષ ચપળ ગતિ ચાલતા કર જેણિકા કે મમ્રતાભર, રાગ વિવિધ ઉચ્ચારતા
અતિભારથી હેકી જતા, જન ઘાસ ભાર ઉતારતા. આ ગાયને ગોવાળ ગાયે,–ચારી ઘરે જાય છે;
ધવલાદિ વિધવિધ રંગની, તનયાન્વિતા હર્ષાય છે; નંદી પ્રબળ પાછળ મહા, અલમસ્ત તન દરશાય છે;
ઘંઘાટ તેને દશ દિશે, ઘન ગાજ સહ પ્રસરાય છે. કમળ મધુરી વેલ્લીઓ, જળભારથી નીચી નમે;
પત્રો સર્વ જળ બિન્દુઓ, જેમ નવિન ઘટથી જળઝમે, કાદવ ભર્યા માર્ગો વિષે, ગે ચરણના ચિન્હો પડે,
કે પથિક જળભર ભૂમિપર, ગમનાગમનથી આખડે. ૩ ભૂદેવીનાં તૃણ શેભતાં, લીલાં મઝાનાં આ સમે;
સાડી લલી જાણે ધરી તે, માનવને ઘટ ગમે; સૌન્દર્ય પુષ્પ સ્થળ સ્થળે, દૃષ્ટિ કર્યો વિલસાય છે;
શ્રી સૂર્ય પ્રભુ જળમાં શમ્યા, સંધ્યા સમે સોહાય છે. ૪ રાતા ગુલાબી કળી સમા આ, ઇન્દ્રપ ભમે અહીં;
વર્ષા સખી ભૂભેટતાં, આનન્દકારી થઈ રહી; ગેવાળીયાના ઘેલુડા, લલકાર દીલ આહાદતા;
આ સમય સુરભી ચારીને, ગોપાલ કુલ આવતા. ઘડી એક પહેલાં વૃષ્ટિ આવી, ચાલી ગઈ શોભા કરી,
જરી શુષ્કતાને પ્રાપ્ત પથને, ક્ષેત્રની જમી ભીંજવી; નાળાં વિષે વહેળા રૂપે, પણ સ્વમળ વહી જાય છે,
તેના મનહર શબ્દની ધ્વનિ, કર્ણ પર અથડાય છે.
For Private And Personal Use Only