________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
(૩૦૨) જામેથય? (૩૬)
હરિગીત. લકેશ રાવણ રથ વિષે, બેસી અને રણમાં ચો;
રથહીન શ્રી રઘુવીરને, દેખાવ ત્યાં નજરે પડ્યો; ત્યજી ધૈર્ય વિભીષણ ઉચ્ચર્યો, શ્રી રામને ચરણે નમી;
શી રીતે ? લઢશે યુદ્ધમાં, હે રામ? રઘુકુળના મણિ. વાણી વિદ્યા શ્રી રામજી, એ સમયને શોભાવતી;
જય થાય જે રથ બેસતાં, તે અન્ય રથ જગમાં નથી; સૂરત્વ ને વિરત્વ એ, બે ચક જે સાથે ફરે;
તે દેહ રથ આ વિશ્વમાં વિજયી થઈને સંચરે. સત્ય સ્વરૂપી જે તણું, સુંદર પતાકા શેભતી,
વિવેક પરહિત બળ તથા, દમ ચાર હય ચંચળ ગતિ સમતા દયા શાંતિ ક્ષમા, એ રજજુ જે પર તરવરે;
તે દેહ રથ આ સૃષ્ટિમાં, વિજયી થઈને સંચરે. પરમાત્માની ભક્તિ રૂપી, શુભ સારથિ છે જે તેણે
વળી ઢાલ જ્યાં વૈરાગ્યની, સંતેષ ખર્ક સોહામણે; સત્પાત્ર પ્રતિ સદાન એ, પરશું સુખદ જેમાં ઠરે;
તે દેહ રથ આ સૃષ્ટિમાં, વિજયી થઈને સંચરે. સદ્ બુદ્ધિરૂપ બળવાન જ્યાં, ભાલો મહાન બિરાજતો;
વિજ્ઞાન સુંદર ધનુષ, જ્યાં સાજ સુખકર છાજતે; સંયમ નિયમ રૂપ તીવ્ર જ્યાં, બાણે અનેરાં વિસ્તરે;
તે દેહ રથ આ સૃષ્ટિમાં, વિજયી થઈને સંચરે.
* રથમાં બેસી સંગ્રામમાં આવી ચઢેલા રાવણને તથા રવિહીન શ્રા રામચન્દ્રજીને જોઈ વિભીષણને ખેદ થયો. ત્યારનો પ્રસંગ. શ્રી રામાયણમાંથી.
For Private And Personal Use Only