________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૧ )
श्रीकृष्णगोकुलमारमे. (३५)
હરિગીત. માખણ અમારાં ચરિને, અમ ઘેર આવી ખાય છે;
ને પકડવા જઈએ તદા, તત્કાલ નાશી જાય છે, આવે કદાચ સવારમાં, મધ્યાન્હ કે સંધ્યા સમે;
એ જશેદા આપને, શ્રીકૃષ્ણ ગોકુળમાં રમે. અમ ગાય કેરાં વાછરૂન, છોડિ દઈ ધવરાવતે;
મર્કટ બીજા સાથે તથા, બેલાવી છાને આવતા હાઈયે કદા ગૃહમાંહી તે, અમ ગૃહ તણું પાછળ ભમે,
એ જશેદા આપને, શ્રીકૃષ્ણ ગોકુળમાં રમે ૨ ઝાંઝર પગમાં શેલતાં, મનહેરતાં ઝણકી રહ્યાં
નેત્રે તરલ પંકજ સમાં, અમ ચિત્તને ચરી રહ્યાં; એની કનડગત પ્રેમની, આગળ રહ્યાં હારી અમે,
એ જશેદા આપને, શ્રી કૃષ્ણ ગોકુલમાં રમે. ૩ દધિ દુગ્ધ ચોરી જાય સાથે, હૃદયને હેરી જતો,
અમ વિમળ દિલની વાડિમાં, સ્મિત પુષ્પને વેરી જતે; અમ બાળ નાનાં ને દમે, મન ઈન્દ્રિયોને પણ દમે;
એ જશોદા આપને, શ્રીકૃષ્ણ ગોકુલમાં રમે. ૪ બેલે અધરૂં તેય પણ, દિલમાં મધુરું લાગતું;
છે શ્યામ એનું અંગ પણ, મનને મધુરું લાગતું; એ અટકચાળે ભલે, એ પુત્રને જાયે હમે;
હાલો જશોદા આપને, સપુત્ર ગેકુલમાં રમે. ૫
For Private And Personal Use Only