________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૯ )
આત્માનામાટે પ્રિયર્થ. ( ૨ )
સવૈયા છંદ.
પતિના કામે નથી પતિ પ્રિય, આત્મા છે પ્રિય પતિ; સતીના કામે નથી સતી પ્રિય, આત્મ કાજ છે પ્રિયા—સતી; આત્મ અર્થ પુત્રા છે વ્હાલા, પુત્રાર્થે પ્રિય પુત્ર નથી; આત્મ અર્થ દ્રવ્યાદિક વ્હાલુ, દ્રબ્યાર્થે પ્રિય દ્રવ્ય નથી. ૧ આત્માના અર્થે પ્રિય પશુએ, પશુ અર્થે પ્રિય પશુ નથી;
આત્મ અર્થ વિપ્રેા છે વ્હાલા, વિપ્રાથે પ્રિય વિપ્ર નથી; આત્મ અર્થ વ્હાલા ક્ષત્રિય છે, ક્ષાત્રાર્થે પ્રિય ક્ષાત્ર નથી; આત્મ અર્થ વ્હાલા છે લેાકેા, લેાકાથે (પ્રિય) જન માત્ર નથી. ૨ સ્વર્ગ' વ્હાલુ છે આત્મા માટે, સ્વર્ગાથે પ્રિય સ્વર્ગ નથી;
આત્મ અર્થ છે વ્હાલા દેવા, દેવાર્થે (પ્રિય) સુરવર્ગ નથી; આત્મ અર્થ વ્હાલાં છે શાસ્ત્રો, શાસ્ત્રાર્થે પ્રિય શાસ્ત્ર નથી; ભેદ સર્વ આત્માર્થે વ્હાલા, ભેદાથે પ્રિય ભેદ નથી. આત્મ અર્થ ભૂતા છે વ્હાલાં, ભૂતાથે પ્રિય ભૂત નથી; આત્મ અર્થ સર્વે છે વ્હાલું, સર્વાર્થ પ્રિય સર્વ નથી; એ માટે પ્રતિદિન પ્રતિપળમાં, દર્શન આત્માનાં જ કરો; પરમ પ્રિય શ્રી આત્મ દેવનાં, પ્રતિદિન નૈતમ ગાન કરો. સર્વ સુખના સ્થાનક આત્મા, સદા મનન તેવુ જ કરી; યાજ્ઞવલ્કય રૂષિ કહે સુણા સ્ત્રી ! નિદિધ્યાસન એવુ જ કરા જે જાણ્યા પછી હૈ મૈત્રેયી ! સર્વ કાંઇ જાણી શકીયે; અપાર સુખના સાગર પ્રભુને, મધુર પણે માણી શકીયે. અહદારણ્યકેપનિષમાંથી અનુવાદ—— અધ્યાય-૪ બ્રાહ્મણ-૫ મંત્ર દ્
For Private And Personal Use Only