________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૦ ) હસ્તે ન એને જાણુતા, પણ હસ્ત જ્ઞાતા સર્વથા; સખિ ! શું કહું મુજ નાથની, અદ્ભુત મનહર છે કથા. ૩ હારી ત્વચાના સ્પર્શને, સારી રીતે જાણી શકે, પણ ધર્મત્વફ ઇન્દ્રિય તણા, એને નહી જાણ શંક; રસના ન એને જાણતી, રસના તણા જ્ઞાતા સદા. સખિ ! શું કહું મુજ નાથની, અદ્ભુત મનહર છે કથા ૪ પૃથ્વી ઉપર આકાશમાં, ભાસ્કર તણું મંડળ વિષે; આકાશમાં ફરનાર મનહર, ચન્દ્રના મંડળ વિષે; વાસે કરી હરખી રહ્યા, જાણે ન એને કોઈ કદા; એવા અગોચર નાથની, સખિ ! શું કહું મધુરી કથા! ૫
કમત. (૨૪)
હરિગીત. આ કુમુદિનીનાં પુષ્પથી, શ્રી દેવી ચાલી જાય છે, ને કમળ કેરા વૃન્દમાં, સપ્રેમ આવી ભરાય છે; આવા સુરમ્ય પ્રભાતની, સૌન્દર્યતા સેહાઈ છે; પણ દૈવગતિ ભર ગહનતાની, હા? વિચિત્ર જુદાઈ છે. ૧ ગત રાત્રિવાળા વિરહથી, આ ચક્રવાક છુટા થયા પૃથ્વી ઉપર વૃક્ષો ઉપર, કલ્લોલ કરી કૂદી રહ્યા; ઘુવડે તણાં દિલડાં વિષે, શેકાદ્રતા જ છવાઈ છે; નિજ કર્મગતિની ગહનતાની, હા? વિચિત્ર જુદાઈ છે. ૨ આ પૂર્વ દિમાં શ્રી પ્રભુ, આદિત્ય ઉદય થયા દિસે; તારાપતિ શ્રી ચન્દ્રમાને, અસ્ત છે પશ્ચિમ વિષે; તારા સમૂહના તેજની, પ્રાતઃ સમય અસ્તાઈ છે નિજ કર્મ ગતિની ગહનતાની, હા ? વિચિત્ર જુદાઈ છે. ૩
For Private And Personal Use Only