________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ "
રાજમતિ મલેચ્છ થવું નહિ અને પ્લેચ્છ ભાષા બેજવી નહિ, આ માન્યતાને વરસો સુધી બ્રાહ્મણે વળગી રહ્યા અને સઘળું સાહિત્ય સંસ્કૃતમાંજ ફેલાવવા લાગ્યા. ગુજરાતમાં પાટણની સ્થાપના થઈ અને વનરાજ ચાવડાનું રાજ્ય મંડાયું ત્યારથી જે જે ચાવડા રાજાઓ થયા તે સઘળા મોટે ભાગે જૈનધર્મને ટેકો આપનારા હતા. આ પ્રમાણે રાજદરબારમાં જેનોનો લાગવગ વખો અને તે ઠેઠ વાઘેલા વંશના અંત સુધી ઓછા વત્તા પ્રમાણમાં ટકી રહ્યો તેના માગે બ્રાહ્મણોને સંગવશાત્ પિતાને મૂળ વિચાર બદલ પડ્યો અને ચાલુ દેશ ભાષા બોલવાની ફરજ પડી એટલું જ નહિ પણ આ વિકાની ખાતર કે ટેવવશાત પણ ચાલુ ગુજરાતી ભાષામાં કવિતાઓ રચવી પડી, બ્રાહ્મણ કવિઓમાં કહાનડદે પ્રબંધ સૌથી જૂનો ગ્રંથ છે પણ તેની સઘળી ભાષા તે જેનની ચાલતી આવેલી ભાષાજ છે. સંવત ૧૫૧૨ ની સાલમાં હાર મળવાથી સારા ભારતવર્ષમાં અત્યંત પ્રખ્યાતિ પામેલા જુનાગઢ નિવાસી નરસિંહ મહેતાની ભાષા શુદ્ધ ગુજરાતી ભાષા છે. એ જ અરસામાં કવિભૂખણ થયા, પછી મીરાંબાઈ, સામળ ભટ્ટ, પ્રેમાનંદ, અખે વગેરે કવિ થયા. એક મનોહર કવિને બાદ કરીએ તે જેનેતર કવિઓનો મોટો ભાગ લગભગ ગૃહસ્થાશ્રમીઓને હતો આ લેકે ગૃહસ્થાશ્રમી હોવાથી તેમજ તેમના સંપ્રદાયમાં રક્ષાની ખામી હોવાને લીધે શિથિલતા આવેલી હોવાથી જેન કવિઓ કરતાં વધારે સ્વતંત્ર પણે કવિતાઓ લખી શક્યા છે અને ગૃહસ્થાશ્રમી હોવાથી ગાર વગેરે અનુકુળ રસને વધારેમાં વધારે પિપી શક્યા છે એ કારણે એમની કવિતાઓ જેન ભાઈઓ પણ અદ્યાપિ પર્યત રસ પૂર્વક વાંચી રહ્યા છે. જેનેતર કવિઓમાં છેલ્લે છેલ્લે દલપતરામ અને નર્મદાશંકર પ્રસિદ્ધ કવિઓ થયા, હાલમાં ગુજરાતના મહાકવિ ન્હાનાલાલ, વગેરે કવિઓ છે અને જુદા જુદા, વિષય ઉપર કવિતાઓ રચીને ગુજરાતી ભાષાની ન ભૂલાય તેવી કિમતી સેવાઓ બજાવે છે. જેના ભાઈઓમાં હાલમાં કવિ તરીકે
જિરાતી ભાષાનંદ, અખા
મોટા ભાગજ તેમના
For Private And Personal Use Only