________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થએલે છે તેની સાથે સર્વ લેકને ઉપકાર થઈ પડે એવી સરલ ભાષા પણ વાપરવામાં આવી છે. આ યુગમાં જૈન કવિઓમાં થી બુદ્ધિસાગરસૂરિજી પહેલા નંબરના કવિરાજ લેખાશે એમાં તે કાજ શાની હેય!કહેવાનો ભાવાર્થ એટલેજ છે કે હવે જૈન કવિરાએ પોતાની ભાષાને વધારે સંસ્કારિત કરવાની જરૂર છે. મુનિરાજે સર્વસંગ પરિત્યાગી હેવાથી એમનામાં વૈરાગ્યરસ અને શાન્તરસ તો સ્વાભાવિક રીતેજ ભરેલા હોય છે. એ રસને સંસ્કારિતભાષા મારફતે જનસમાજ પાસે રજુ કરવામાં આવે તે તેની અસર જૈન તેમજ જૈનેતર ઉપર ઘણી વધારે થવા પામે. એક બીજી વાત એ કહેવાની છે કે આજ સુધી જનકવિઓએ જે જે રાસાઓ વગેરે સાહિત્ય લખીને સાહિત્યની સેવાઓ બજાવી છે તે તો સદાયે ભાષા સાહિત્યના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે કાતરાઇ રહેશે. મુનિરાજે સંપ્રદાયના ઉપદેશક હોવાથી તથા સંસારના ત્યાગીઓ હોવાથી તેમની પાસેથી સર્વ સંપ્રદાયને ઉપયોગી થાય તેવી તથા ગંગાર વગેરે રસ પૂર્ણ ભાષાની આશા વધારેમાં વધારે તે રાખી શકાય નહિ તેમ છતાં તેવા મુનિરાજ લેખકોએ પિતાનું લખાણું સેવાપયેગી અને સર્વરસથી ભરપુર લેખાય તેવું કરવા માટે પિતાથી બનતો પ્રયાસ કરેલ છે તેમ છતાં આ સઘળાં સાહિત્યનો મોટો ભાગ સાંપ્રદાયિક પદ્ધતિ ધ્યાનમાં રાખીને જ લખવામાં આવ્યો છે એટલું તે સ્વીકારવું જ પડશે સંપ્રદાયની આગળ પાછળની રૂઢિઓ ધ્યાનમાં રાખીને લખવામાં આવેલું સાહિત્ય તે સંપ્રદાયને અનુસરનારા રાગી ભક્તજનોમાં તે જરૂર માનનીય થઈ પડે પણ જેનેતરમાં તેવું સાહિત્ય ભાગ્યેજ આદરણીય નીવડે એટલા માટે જૈન કવિઓની બહુજ થેડી કવિતાઓ જેનેતર ભાઈઓને મોટેથી સાંભળવામાં આવે છે. આના કારણમાં સંપ્રદાય દષ્ટિ ઉપરાંત જુની ભાષાના શબ્દ પ્રયોગો પણ કારણભૂત છે. હવે જેનેતર કવિઓ તરફ જરા દૃષ્ટિ ફેરવીએ.
બ્રાહ્મણ લેકે માનતા આવ્યા છે કે નાછિત,
For Private And Personal Use Only