________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર
શ્રીમાન અછતસાગર સુરિજી મહારાજ બિરાજે છે અને તેઓ પણ ઘણાજ ઉદાર ભાવથી પ્રતિભાશાળી કવિતાઓ બનાવીને જેન તેમજ જેનેતર ભાઈઓને પોતાની કવિતાનો લાભ આપી રહ્યા છે કલાપિની કવિતાઓ અને જેન કવીશ્રી અજીતસાગર સૂરિજીની કવિતામાં ઘણું સામ્ય છે શબ્દરચના ભાવે અને રસની સરખામણી કરીએ તો આ બંનેની કવિતાઓ સમાન કક્ષામાં મૂકી શકાય તેમ છે. પાછળના જૈન કવિઓ કરતાં શ્રીમાન અજીતસાગર સૂરિજીની કવિતાઓ ઘણા ઉદાર ભાવવાળી છે એટલું જ નહિ પણ ઘણીજ સ્વતંત્ર છે અને એ કારણથી આગળના જૈન કવિઓની કવિતાઓ કરતાં વધારે રસદાતા બની છે એટલું સ્વીકાર્યા વગર તો છૂટકોજ નથી ! ! ! જેમ ઉદારતા અને સ્વતંત્રતા વિશેષ તેમ કવિતાઓ વધારે સુંદર બને. એક લોકોકિત આલી આવે છે કે “વર: નિરંકુ ” કવિઓ નિરંકુશ હોય છે. કવિઓ ઉદાર અને સ્વતંત્ર હોય છે. જ્યાં લેખીની ચાલતાં હૃદયમાં જરા પણ ક્ષેભ થાય ત્યાં રસક્ષતિ થયા વગર રહેજ નહિ. વર્તમાન યુગ વિચાર કરીને રસક્ષતિ ન થાય તેટલા માટે જેન કવિશ્રી અછત સાગરસૂરિએ પિતાની કવિતાઓ લખવામાં પાછળના જેન કવિઓ કરતાં વધારેમાં વધારે પણ મર્યાદિત છૂટ લીધી છે. આવી રીતે ક્ટ લેવી તે ઘણી ઘણી રીતે ઈષ્ટ છે. જે સંપ્રદાયના કવિઓ વૃત્તિઓનો સંક્ષેપ કરીને વાડાના કુંડાળામાં જ અટકી પડે છે તે કવિ પિતાના હૃદયને વધારેમાં વધારે વિકાસ કરી શકતા નથી કે જનસમાજને પિતાના પવિત્ર વિચારોનો બહોળો પ્રકાશ આપી શકતા નથી. હવે સવાલ માત્ર ગુજરાતી ભાષાની ઉત્પત્તિ રહે છે ગુજરાતી ભાષાને મોટામાં મોટો ફાળો જૈન કવિઓએ આપેલ છે. પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય જેની પાસે છે અને ગુજરાતી ભાષાનો વધારેમાં વધારે ફેલા જેનેએ કરેલ છે આ સઘળાં સત્યો એટલાં બધાં પૂર્ણ છે કે તેમને અન્ય પ્રમાણેની કશીયે
For Private And Personal Use Only