________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૨ )
સ્મશાનનીચા. (હર)
હરિગીત-છન્દ. સરિતા સલિલ ધીમે ધીમે, નિર્મળ પણે વહી જાય છે, વન પક્ષિના મીઠા મીઠા, શબ્દો સુખદ પ્રસરાય છે; એકાન્ત શાન્ત સ્મશાનની, આનન્દ અનહદ આપતી; સંસારનાં સંકટ બધાં, ક્ષણવાર માંહી કાપતી. વાલા ગગન પ્રતિ જાય છે, આ રક્ત પીળા રંગની;
એકેક પાછળ ઉદ્ભવે, જાણે લહરીયા ગંગની; ને પ્રેત્યના પશ્ચાત્ તેના, પ્રેમીજન ઉભા રહ્યા,
તે ચે વિમળ વિરહાશ્રુથી, છાતી ભરી નાહી રહ્યા. જવાલા વિષે પિઢી રહ્યો, ઉપશાંતિ માંહી પ્રવીણ છે, જે મહા યોગી યથા, પંચાગ્નિમાં તલ્લીન છે; આધિ નથી વ્યાધિ નથી, અહિં વિશ્વનાં દુઃખો નથી; તદ્વત્ જગત્ જ જાળનાં, નશ્વર અહીં સુખો નથી. ભગવંતને પંથે જવા, તીલક કરેલું દર્શતું; બ્રહ્માંડ પાવન જાન્હવીનું, વારી છે મુખડે છતું; શ્રી વિષ્ણુને હાલી ઘણી, વૃન્દા તણાં મુખપત્ર છે; ત્રય તાપ જગને ભેદવા, વૈરાટનું શિર છત્ર છે. જે જે જગતનાં કષ્ટ તે, આ પ્રયજન ભૂલી ગયો;
બગિચે જગતુ કંટક તણે, આ દેહીનાં હૂલી ગયો; ને કર્ણ મનહર પ્રેત્યના, અપ શબ્દ સાંભળતા નથી, દિલના તથા ભાવો બધા, અપભાવમાં ભળતા નથી. મૃત્યુ તણી આજે કશી, આને હવે ભીતિ નથી, નથી કેઈ જનપર દ્વેષ યા, જન કેઈ પર પ્રીતિ નથી; ૧૩
For Private And Personal Use Only