________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
છપાવીને પ્રસિદ્ધ કરાવેલ છે. વળી ગામ કુકડીએ કર્યો ચોમાસે સંવત તેરે પંતરા માં યો” આ શબ્દો સંવત તેરસે ને પનરની સાલના છે એ પછી જેમ જેમ ભાષાનું સ્વરૂપ બદલતું ચાલ્યું તેમ તેમ જૈન ધર્મના મહાનુભાવે તે તે સમયમાં ચાલતી દેશી ભાષામાં સાહિત્યનું ગ્રંથન કરતા રહ્યા.
હાલમાં જે પ્રકારની ભાષા બોલાય છે અને લખાય છે તેની ખરેખરી શરૂઆત તે સંવત્ ૧૪૧૨ ની સાલથી થયેલી જણાય છે. કારણ કે ઉદયવંત મુનિએ રચેલે “ગૌતમ રાસો” ચૌદસેને બારની સાલમાં રચાયો છે અને એ ગૌતમ રાસાની ભાષા હાલના ભાષાને બરાબર બંધ બેસતી આવે છે જુઓ –
“ચરમજીણેસર કેવલનાણી, ચઉવિત સંઘ પછઠ્ઠા જાણી, પાવાપુરી સામી સંપત્તિ, ચઉવિ દેવ નિકાયે જુતો. દેવે સમવસરણ તિહ કિજે, જીણ દીઠે મિથ્યામતિ ખીજે. ત્રિભુવનગુરૂ સિંહાસન બઈઠા, તતખિણમેહ દિગતે પઠા. ક્રોધ માન માયા મદ પુરા, જાયે નાઠ જિમ દિન ચોર, દેવ દુંદુભિ આકાશે વાજી, ધરમ નેરિસર આવી ગાઇ. કુસુમ વૃષ્ટિ વિચ્ચે તિહદેવા, ચોસઠ ઈ માગે જસુ સેવા, ચામર છત્ર સરોવરિ , રૂપ અણવર જગ સહુ મહે” “ સમવસરણની ઉપર, જે જે સંશય ઉપજે એ; તે તે પર ઉપગાર, કારણ પૂછે મુનિવરો જિહાં જિહાં દિને દિખ, તિહાં તિહાં કેવલ ઉપજે એ”
જિમ સહકારે કાલ ટહુકે, જિમ કુસુમવને પરિમલ બહકે, જિમ ચંદન સુગંધ નિધિ. જિમ ગંગાજલ લહર લહકે, જિમ કણયાચલ તેજે ઝળકે તિમ ગાયમ સૌભાગ્ય નિધિ. જિમ માનસરોવર નિવસે હંસા, જિમ સુરવર સિરિકણવાસા
For Private And Personal Use Only