________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિમ મયર રાજીવવની. જિમ સુરતરૂવર સેહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાખા જિમ વન કેતકી મહમહેએ. ચઉદય બારેતર વરસે, ગેયમ ગણહર કેવલ દિવસે ખંભનયર સિરિપાસ પસાથે, કિયું કવિત ઉપગાર કરે”
ઉપર પ્રમાણે ગૌતમ રાસાની ભાષા છે. આ ભાષાને હાલની ભાષા સાથે ઘણુંજ સામ્ય છે. એ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે ગૌતમ રાસ રચાયો ત્યારે હાલના જેવી ભાષા બોલવી શરૂ થઈ ચૂકી હતી. ગૌતમ રાસાની અગાઉન રાસાઓમાં માગધી વિગેરે ભાષાનું ભરણું ઘણું મોટા પ્રમાણમાં છે અને ગૌતમ રાસામાં તે હાલની ભાષાને લગભગ મળતીજ ભાષા છે. માટે માનવાને કારણ મળે છે કે હાલની ભાષાની પદ્ધતિએ બેલાતી ભાષાની શરૂઆત ગૌતમ રાસ રચાયો તે અરસાથી કે તેની પહેલાં થોડા વરસોથી થઈ અને હાલની બેલાતી ભાષામાં પ્રથમ કાવ્ય ઉદયવંત સૂરિએ રવ્યું માટે હાલની ગુજરાતી ભાષાના આદિ કવિ તે જૈન પંડિત ઉદવંત રિ છે. હાલની ભાષાના આદિ કવિનું સ્થાન ઉદયવંત સૂરિ પછી થયેલા કેઈ જૈન કે જનેતર કવિને આપી શકાય જ નહિ અને કોઈ આપતું હોય તો તે વ્યાજબી નથી. આજ કારણથી નરસિંહ મહેતાને લોકે આદિ કવિ તરીકે સંબોધતા હતા તે હવે બંધ થયા છે. જૈન ભાઈઓની ધખોળ અને મહેનતનું આ એક મહાન ફલ છે.
ગૌતમ રાસ રચાયા પછી જૈન કવિ લાવણ્યસમય થયા તેઓ સંવત ૧૫૪૩ થી સંવત ૧૫૮૭ સુધી કવિતાઓ રચતા હતા એવું તેમના ગ્રંથ ઉપરથી માલમ પડે છે. સંવત ૧૫૭ર થી સંવત ૧૫૮૭ સુધી સહેજ સુંદર કવિએ ભાષામાં કાવ્યો રચ્યાં છે. સંવત ૧૬૯૯માં ભીમ. કવિએ એક કાવ્ય રચેલું છે. જુઓ –
For Private And Personal Use Only