________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુનિયા પાસે કશેયે પુરાવે રહેવા પામે નહિ. આવાં કારણોથી પરાપૂર્વથી સાહિત્ય ગ્રંથનનો રિવાજ અખલિત પણે ચાલ્યો આવે છે, ભાષા સાહિત્યનો અગાધ મહિમા બતાવવા માટે કહેવામાં આવે છે કે કેવલજ્ઞાની મહાપુરુષ સર્વ જાણે છે અને એનો અનંત ભાગ ભાષા મારફતે કહી શકે છે. તીર્થકર ભગવાને પ્રકાશ કરેલા અનંતમાં ભાગને અનંત ભાગ ગણધર ભગવતો સાહિત્યમાં ગુંથી શકે છે, સાહિત્યમાં ગુંથાયેલા કેવલજ્ઞાનીના વિચારોનો અર્થ અનંતમા ભાગે સમાજ સમજી શકે છે. સમજેલા વિચારને અનંતમા ભાગે આચરણમાં માંડ માંડ ઉતારી શકે છે. આ સઘળું ભાષા સાહિત્યની અગત્ય અને તેનો મહિમા સૂચવે છે,
ભાષા સાહિત્ય રચવાનો રિવાજ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. ભાષા સાહિત્ય રચવાનું કાર્ય મુખ્યત્વે નિવૃત્તિવાળા પુરૂષો જ કરી શકે છે, વેદાન્ઝાય પ્રમાણે નદી સરોવરતીરે કે પહાડની કંદરાઓમાં નિવાસ સ્થાન કરી રહેલા નૃપાશ્રિતો ઋષિમુનિઓ પરાપૂર્વથી ભાષા સાહિત્ય રચતા રહેલા છે, એમણે સૌથી પહેલાં ઋગ્યેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એવા ચાર વેદ વ્યા, મૂળ વેદને સંહિતા ભાગથી સંબોધવામાં આવે છે, એ પછી બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદની બુતિઓ રચાઈ. શ્રુતિ એટલે સાંભળેલું. જ્યારે ભાષા સાહિત્ય લખી લેવાના સાધનોની શોધ નહોતી થઈ અગર તે લખી લેવાની જરૂર ન હોતી પડતી પણ એક વખત સાંભળેલું વરસો સુધી યાદ રાખવાની પ્રબળ સ્મરણ શકિતઓ હતી ત્યારે પૂર્વકાળના મહાપુરૂષો પાસેથી સાંભળેલી વસ્તુઓ સાહિત્યના રૂપમાં ગોઠવી દીધી તે શ્રુતિ રમો કહેવાઈ. શ્રુતિઓના અર્થ કરવામાં મતભેદ ઉભા થયા ત્યારે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક. પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા નામક દર્શનો જુદા જુદા મહર્ષિઓએ રચ્યાં. એજ અરસામાં ચાર ઉપવેદ અને સ્મૃતિઓ રચાઇ, સ્મૃતિ એટલે યાદ રહેલું. પૂર્વે જે કાંઈ શ્રવણ કરેલું હતું તેમાંથી જે કઈ અવશેષ રૂપે સ્મરણમાં
For Private And Personal Use Only