________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
થતી હોય તો દેશમાં શાંતિ છે અને લોકો મોજ શોખ તરફ ઢળ્યા છે એવું અનુમાન બાંધી શકાય છે. એ જ પ્રમાણે દેશનું ભવિષ્ય ઘડાવાનું કામ પણ ભાષા સાહિત્ય જ કરે છે. આટલો મોટો મહિમા ભાષા સાહિત્યનો છે.
જે દેશમાં ભાષા સાહિત્યનો મોટે ભાગે અભાવ હોય છે, અગર તો ભાષા સાહિત્ય નહિ જેવું જ હોય છે તે દેશ તદન અજ્ઞાન અવસ્થામાંથી પસાર થાય છે એવું વિના શકે માની શકાય છે એટલું જ નહિ પણ જે દેશમાં આગળ પાછળનું સંસ્કારિત સાહિત્ય છતાં વચલા યુગમાં કશું સાહિત્યને રચાયું હોય અગર તો ગધડા વગરનું રચાયું હોય તો તે સંસ્કારિત દેશ પણ તેટલા સમયમાં ઘસડાયો હતો અગર તો ટંટા, ફિશાદ અને અંદર અંદરના મહાન યુદ્ધોમાંથી પસાર થયો હતો એવું સમજી શકાય છે. આવી રીતે ભૂત વર્તમાન અને ભવિષ્યની ઘટનાઓનું દિગ્દર્શન કરાવનારાં ભાષા સાહિત્યનો જેટલો મહિમા ગાઈએ તેટલો ઓછો છે. ત્રિકાલ જ્ઞાનનો આવ્યાબાધ અનુભવ કરનારા પરમ પવિત્ર કેવલજ્ઞાની ભગવાનને પણ એવા અલૌકિક અનુભવો જગત સન્મુખ રજુ કરવા માટે ભાષાનો ઉપયોગ કરે પડે છે. એટલું જ નહિ પણ પ્રત્યક્ષ અનુભવેલા અનુભવોમાંથી જેટલા જેટલો ભાવ ભાષામાં ઉતરી શકે છે તેટલોજ કેવલજ્ઞાનીઓ કહી બતાવે છે. કેવલજ્ઞાની ભગવાન સર્વે જાણે છે પણ સર્વ કહી શકતા નથી. અરે ! પોતાના આત્માનું વર્ણન કરવાને પણ ભાષામાં શબ્દો નથી એવું મહાભાગ કેવલજ્ઞાનીઓએ પ્રકાશવું પડે છે. ભાવાર્થ એ છે કે સર્વ વ્યવહારનું મુખ્ય સાધન ભાષા છે. ભાષાના આશ્રય વડે દુનિયાના ઘણા ખરા વ્યવહારો યથાસ્થિત થઈ શકે નહિ. કેવલજ્ઞાની મહાત્માઓ ભાષા મારફતે જેટલો પ્રકાશ કરે છે તેટલો કે તેનો અમુક ભાગ સાહિત્ય રૂપે ગુંથાવા પામે છે, જે સાહિત્ય ન હોય તો કેવલજ્ઞાની મહાનુભાવોના અસ્તિત્વ માટે અને તેમના પૂર્ણ જ્ઞાન માટે ભવિષ્યની
For Private And Personal Use Only