________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી.
બે બેલ.
વ્યવહારનું મોટામાં મોટું સાધન ભાષા છે. જે દેશની ભાષા જેટલા પ્રમાણમાં ખેડાયેલી હોય તેટલા પ્રમાણમાં તે દેશ આગળ વધેલો છે એવું સહજ સમજી શકાય છે, દેશની ચડતી પડતી. મુખ્ય આધાર ભાષા સાહિત્ય ઉપર રહેલું છે. અખિલ ભૂમંડલનો ભૂત કાળનો ઈતિહાસ ઉકેલવાનું મુખ્ય સાધન ભૂતકાળનું ભાષા. સાહિત્યજ છે. ભૂતકાળમાં રચાયેલું ભાષા સાહિત્ય સંસ્કારવાળું હોય તો તે ભૂતકાળમાં દેશની ઉન્નતિ દરશાવે છે અને ભૂતકાળનું ભાષા સાહિત્ય ઢંગધડા વગરનું હોય તો તે ભૂતકાળમાં દેશની કઢંગી સ્થિતિ સુચવે છે, વર્તમાન કાળમાં સમગ્ર દેશ કેવા સંજોગો વચ્ચે પસાર થાય છે તેને યથાર્થ ન્યાય તોળવાનું સાધન પણ એક જ છે અને તે ભાષા સાહિત્ય છે. વર્તમાન કાળમાં દેશની ભાષામાં જે સાહિત્ય રચાઈ રહેલું છે તે સંસ્કારિત છે કે અસંસ્કારિત છે તેની પરીક્ષા કરી શકાય તો એજ ન્યાયે દેશની પરિસ્થિતિની પણ પરીક્ષા આંકી શકાય. વર્તમાન યુગમાં રચાઈ રહેલાં ભાષા સાહિત્યમાં રાજકીય વિષને અગત્યનું સ્થાન આપવામાં આવતું હોય તો સ્પષ્ટ સમજી શકાય કે દેશમાં અત્યારે રાજકીય પ્રવૃત્તિઓ મુખ્યત્વે કરીને ચાલી રહેલી છે. જે ભાષા સાહિત્ય મતપંથના ખંડન મંડનના વિષય ઉપર રચાતું હોય તો દેશમાં ધર્મ ધર્માતરેના ઝગડાએ વિશેષે કરીને ઘર કરેલું છે, એવું સમજી શકાય છે. જે ભાષા સાહિત્યમાં શંગારાત્મક નાટકાદિ લખવાની પ્રવૃત્તિઓ વિશેષે કરીને
For Private And Personal Use Only