________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
રુપે આ ગ્રંથકર્તા મહાત્માએ અનુવાદ કરેલ છે અને વિવિધ પ્રકારનાં હૃદયદ્રાવક બીજે અનેક કાવ્યો આચાર્યશ્રીએ નવીનકૃતિ રૂપે લખેલ તેમને આ ગ્રંથમાં નિવેશ કરેલો છે. તે પૈકી આ ભાષાનુવાદનાં કાવ્યો એટલાં બધાં સરલ બનેલાં છે કે સામ્ય રીતે તેમનો અર્થ સમજી શકાય તેમ છે. એક મહાપુરૂષનાં અગમ્ય–અગોચર અર્થવાળાં પદોનું ગદ્ય ભાષાંતર કરવા કરતાં તેમની કવિતામાં અનુવાદ સરલ રીતે કરવા એટલે કે પદોના ભાવ કાવ્યમાં ઉતારવા તે દુર્ધટકાર્ય છે. છતાં આ કાવ્યગ્રંથના રચનાર આચાર્યશ્રીની તે કૃતિમાં કવિત્વશક્તિ ખુલ્લી રીતે દેખાય છે. વાચક વર્ગના પઠનથી તે હકીકત જણાશે.
તિરામ | આત્માનંદ ભવન. ભાવનગર.
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ. આશ્વિન શુક્લ પંચમી. વીર સંવત ૨૪૫૧
સેક્રેટરી. આત્મ સંવત ૩૦ સં. ૧૯૮૧.
For Private And Personal Use Only