________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૦ )
છે મન્દાક્રાન્તા. | બહાણું વાશે શરવરી જશે, ઉગશે સૂર્ય જ્યારે;
જોતાં જોતાં તુરતજ થશે, ખાસ મધ્યાન્હ ત્યારે; પાછો થાશે સમય દિનને, અસ્તને દુઃખકારી;
ત્રાહી ત્રાહી દિન પણ જશે, વિશ્વને સુખકારી. ૬ નાનાં વૃક્ષે વનજ સહુને, ઉચ્ચતા પામવાની;
પાછી તેની મરણ રજની, બાલ્ય પેઠે થવાની; પંખી સર્વે કલરવ કરે, યદ્યપિ એ જવાનાં;
હા? હા? સર્વે યમગ્રસિત ના કેઈસાચાં થવાનાં. ૭ પાણીમાંના બુદ ખુદ જુઓ, ઉદ્ભવી નાશ થાય;
સંધ્યા કરી લીલી પીળી બધી, વાદળી ક્યાંઈ જાય; એવી રીતે સુહદ વનિતા, આદિના સર્વ ખેલ;
શાને ચિંતા હૃદય? કરવી, સઘતું શોચ મેલ? ૮ अव्यक्तादीनि भूतानि, व्यक्तमध्यानि भारत ? अव्यक्तनिधनान्येव, तत्र का परिदेवना ? દુહા—જગદાદિ અવ્યક્ત છે, મધ્ય વ્યક્ત દેખાય, અવ્યકત લય પામશે, ત્યાં પ્રિય શું ગભરાય? ૯
છે શિખરણ છે હવેથી દેહી તું ? ભજન પ્રભુનું નિત્ય કરજે,
અને પાપી કર્મો, પ્રભુ ગુરૂની સેવાથી હર જે, થઈ સાચે જાતે, યમ ભય થકી નાજ ડરજે;
બની બ્રહ્માનન્દી, દિલ મગન સાથે વિચરજે. જશે જયારે ટાણું, પછીં શ્રમ થકી નહિ મળે;
ઉંધા પાસા તારા, હૃદય વળગ્યા તે નહિ ટળે, દુરાશા કેરા આ, ગિરિવર કદાપિ નહી મળે;
અને મીઠે આત્મા, ભગવત વિષેય નહી ભળે. ૧૧
For Private And Personal Use Only