________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) ત્રાસ. (૭)
હરિગીત. ચાલ્યા જુઓ નૃપ ધર્મ જેણે, કૈરવ સંહારિઆ
અજુન સમા દ્ધા અરે! સમશાન ભણે પરવારીઆ બળવાન ભીમ ભયંકરી, ધરતા ગદા કરમાંહીં જે
નયને જણાતા છે નહી, આ વિશ્વ ઉપર ક્યાંઈ તે. સતીઓ તણે શિરતાજ હતી, સતી પદી સંસારમાં,
સંકષ્ટ ભ્રષ્ટ સહ્યાં ઘણ, નિવાસી પતિના ચારમાં એવી પરમ સાધ્વી સ્ત્રીઓ, કયાં હાલમાં સહાય છે? સર્વે જગત્ જળ પૂર પેઠે, હાલી ચાલી જાય છે.
- શાર્દૂલવિક્રીડિત. ચાલ્યા મિત્ર ઘણું તજી જગતને, એણું હવે આવશે?
ચાલ્યા હેડ તણા ઘણુ પુરૂષને, બીજાય સીધાવશે ચાલ્યા કેક સગા તજી જરૂરથી, સંસારીયા પારને, એવા તો દુ:ખદાઈ ને ગહન આ, ધિક્કાર સંસારને.
શિખરણું. નભે આ ચાલે છે, ઉડુગણપતિ, આથમી જશે,
- પ્રભાતે તે કેરૂં, જીવન કરે છે તે લય થશે; જમી ઝાડા હાડે, અવધિ સમયે સૌ મૃત હશે;
સદા જમ્યા તેનાં, શરીર યમ લેશે ધસમશે. વહી જાશે વહેતી, પવન બળની કુંડી જબરી,
ઉપાડી લેશે તે, વન તૃણની ગ્રંથી બળ કરી; સદા રહે છે વહેતી, યમન સરિતા આ બળ ભરી;
અરે? તાણું લેશે, સહુ જગત અંતે ભયકરી.
૫
For Private And Personal Use Only